ભારત અને અફઘાનીસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી આવેલા તનાવમાં હવે અફઘાનીસ્તાને નવી દિલ્હી ખાતેની તેની રાજદૂત કચેરી કાયમ માટે બંધ કરી દીધી છે. અફઘાનની તાલીબાન સરકારે આરોપ મુકયો કે તેમને ભારત સરકાર તરફથી કોઈ સહયોગ મળતો નથી તેથી તેનું દૂતાવાસ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો કે તા.30 સપ્ટે.થી જ અફઘાન દૂતાવાસની કામગીરી બંધ હતી અને તેનો મોટાભાગનો સ્ટાફ પરત ચાલ્યો ગયો. અફઘાનીસ્તાને ભારત ‘સહયોગ’ આપી રહ્યું નથી. તે અંગે કોઈ સ્પષ્ટ વાત કરી નથી પણ અફઘાનમાં તાલીબાન સરકાર આવતા જ ભારતે અફઘાન દૂતાવાસની સંપતિ તેના બેન્ક ખાતા, વાહનો તથા અન્ય સંપતિમાં સરકારી કસ્ટડીમાં લઈ લીધા હતા અને બેન્ક ખાતામાં પાંચ લાખ ડોલર જેવી મોટી રકમ જમા છે તે પણ પરત આપી નથી. હવે અફઘાનમાં પણ ભારતીય દૂતાવાસ બંધ કરાય તેવી ધારણા છે અને અન્ય દેશોના દૂતાવાસથી બન્ને દેશો જરૂરી કામકાજ કરશે.