વિશ્વફલક પર ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની રહી છે. વિશ્વમાં ભારતની અર્થવ્યવસ્થા જે પાંચમા ક્રમ છે તે હવે ટુંક સમયમાં ત્રીજા સ્થાન પર પહોંચી શકે છે.ભારતના વિકાસને ઝડપી ડિજિટાઈઝેશન અને વધતા મધ્યમ વર્ગ દ્વારા વેગ મળવાની અપેક્ષા છે.જે તેની અર્થવ્યવસ્થાને 2030 સુધીમાં ત્રીજા સ્થાને લઈ જઈ શકે છે.એટલે કે ભારત જર્મની અને જાપાનને પાછળ છોડીને ત્રીજું સ્થાન મેળવશે.મજબૂત અર્થવ્યવસ્થામાં અમેરિકા અને ચીન બાદ ભારતનો ક્રમ આવશે.
નાણાકીય માહિતી સેવા સંસ્થાના અભ્યાસ મુજબ,ભારતીય અર્થતંત્ર સમાન સમયગાળા દરમિયાન બમણાથી વધુ થશે.અને તેનું કદ 7.3 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. 2022માં તે માત્ર 3.5 ટ્રિલિયન ડોલર હતું.
મહત્વનું છે કે ભારત હાલ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતે 2020માં ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું હતું.સમગ્ર વિશ્વમાં મંદી અને કોરોના મહામારી છતાં ભારતની અર્થવ્યવસ્થા મજબુત રહી છે. અને આ ખૂબ જ સકારાત્મક બાબત છે.ભારત માટે એક મુખ્ય સકારાત્મક તેનો મોટો અને ઝડપથી વિકસતો મધ્યમ વર્ગ છે.જે ઉપભોક્તા ખર્ચમાં વધારો કરવામાં મદદ કરી રહ્યો છે.ભારતનું ઝડપી ડિજિટલાઇઝેશન પણ ભારતીય અર્થતંત્રને ઝડપી બનાવી રહ્યું છે.
આ ડિજિટલ ક્રાંતિએ ઈકોમર્સના વિકાસને વેગ આપ્યો છે.અને આગામી દાયકામાં રિટેલ ગ્રાહક બજારનો સમગ્ર લેન્ડસ્કેપ બદલાઈ જશે.
IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ મુજબ, ભારતીય અર્થવ્યવસ્થા 2026માં જર્મની અને આગામી વર્ષ એટલે કે 2027માં જાપાનને પછાડશે.
2028માં તે 6 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે હાલના કરતાં બમણા કરતાં વધુ હશે.નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે 7.8% વૃદ્ધિ નોંધાવી છે.એવો અંદાજ છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારત 6.6% ની વૃદ્ધિ નોંધાવશે.જે અપેક્ષા કરતા ઓછી હોઈ શકે છે.પરંતુ વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં લેતા,તે ખૂબ જ વધારે છે. જ્યારે વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓ તેમના ઘૂંટણિયે છે, જો ભારત આટલું પણ હાંસલ કરે તો તે પૂરતું છે.
ભારતીય અર્થતંત્ર આગામી ત્રણ નાણાકીય વર્ષમાં સરેરાશ 6.3 ટકાના દરે વૃદ્ધિ પામવાની અપેક્ષા છે.
સ્થાનિક માંગમાં મજબૂત વૃદ્ધિને કારણે 2023 અને 2024ના બાકીના કેટલાક મહિનાઓ માટે સતત ઝડપી વિસ્તરણના સંકેતો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત એક મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરી આવ્યું છે. દુનિયાભરમાં ચાલી રહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં દેશ ઘણો આગળ છે. અને આપણું ડિજિટલાઈઝેશન જોઈને દુનિયા પણ આશ્ચર્યચકિત છે.
ભારતની અર્થવ્યવસ્થાને ડિજિટલ પરિવર્તનની ઝડપી ગતિથી ઘણો ફાયદો થઈ રહ્યો છે. જીડીપીમાં ડિજિટલ અર્થતંત્રનું યોગદાન ટૂંક સમયમાં વધીને 20 ટકા થવાની અપેક્ષા છે.
હાલમાં, ડિજિટલ અર્થતંત્ર દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં લગભગ 11 ટકા યોગદાન આપી રહ્યું છે. જે ટૂંક સમયમાં વધીને 20 ટકા એટલે કે પાંચમા ભાગ સુધી પહોંચી શકે છે.
2014માં જીડીપીમાં ડિજિટલ ઈકોનોમીનું યોગદાન માત્ર 4.5 ટકા હતું. જે હવે વધીને લગભગ 11 ટકા થઈ ગયું છે. એટલે કે લગભગ ત્રણ ગણું વધી ગયું છે. આ દિવસોમાં, ડિજિટલ ઇકોનોમી સામાન્ય અર્થવ્યવસ્થા કરતાં અનેકગણી ઝડપથી વધી રહી છે. ખાસ કરીને ઈનોવેશન ઈકોનોમીનો વિકાસ દર રેગ્યુલર ઈકોનોમી કરતા લગભગ 3 ગણો વધારે છે. સરકારે 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ઉપરાંત, સરકાર 2026 સુધીમાં ભારતને વિશ્વની ટ્રિલિયન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવવાનું લક્ષ્ય પણ ધરાવે છે.