હિંદૂ કેલેન્ડર પ્રમાણે, દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાની તિથિના દિવસે ઉજવે છે. આ વખતે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાથી એક દિવસ પહેલા જ ઉજવવામાં આવશે. જ્યારે કાર્તિક પૂર્ણિમા સ્નાન અને દાન દેવ દિવાળીના આગલા દિવસે સવારે થશે. આ વર્ષે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા બન્ને અલગ-અલગ દિવસે કેમ છે? આ વિશે સવિસ્તર જાણો અહીં.
કાર્તિક પૂર્ણિમા 2023 તિથિ મૂહુર્ત
પંચાંગ પ્રમાણે, 26 નવેમ્બર રવિવારના દિવસે બપોરે 3 વાગીને 53 મિનિટથી કાર્તિક પૂર્ણિમાની તિથિ પ્રારંભ થઈ જશે અને આ 27 નવેમ્બરના રોજ સોમવારના દિવસે બપોરે 2.45 મિનિટ સુધી રહેશે. કાર્તિક પૂર્ણિમાના વ્રત અને સ્નાન-દાન 27 નવેમ્બરના રોજ સોમવારે થશે.