ભારતના મીશન સૂર્ય માટે રવાના કરાયેલ આદિત્યએલ-1 સ્પેસ યાન હવે 15 લાખ કી.મી.નું અંતર કાપીને તેના લક્ષની નજીક પહોંચવામાં છે. 125 દિવસની યાત્રા કરીને તે સૂર્યના નજીકના લેન્ગેજીયન પોઇન્ટ પર પહોંચશે અને ત્યારબાદ સૂર્યની તસ્વીર મોકલશે. સૂર્યના અભ્યાસ માટે મોકલવામાં આવેલ આ યાન તેના અંતિમ તબકકામાં છે.
ઇન્ડીયન સ્પેસ રીર્સચ ઓર્ગેનાઇઝેશનના વડા એસ.સોમનાથે માહિતી આપતા કહ્યું કે આદિત્યએલ-1 તેના નિર્ધારિત માર્ગ ઉપર આગળ વધી રહ્યું છે અને તેની ઝડપ છે તે જોતા તા 7 જાન્યુઆરીએ સૂર્યની નજીક પહોંચી જશે.
આદિત્યએલ-1 2-સપ્ટેમ્બર શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી છોડવામાં આવ્યું હતું. અને સૂર્ય અને પૃથ્વી વચ્ચે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ નિયંત્રીત હોય છે ત્યાં તે પોતાનો મુકામ બનાવશે.