દિવાળીના દિવસથી ઉત્તર કાશીની નિર્માણાધિન સુરંગમાં ફસાયેલા 41 જેટલા મજુરોનો હજુ સુધી બચાવ નથી થયો, તેમને બહાર કાઢવાની આશાઓ તો જાગે છે પણ મશીનમાં ખોટકા સર્જાવાથી આ આશાઓ પર પાણી ફરી વળે છે. હાલ ઓગર મશીન તૂટી જવાથી મશીનની બ્લેડને કાપીને બહાર કાઢવાનું કામ ચાલુ છે, જેને સમય પણ લાગી શકે છે.
આ દરમિયાન મજૂરોને મેન્યુઅલ ડ્રીલીંગ, હાથેથી ખોદકામ કરી બહાર કાઢવાનો વિકલ્પ વિચારાઇ રહ્યો છે, તો પહાડી પર મશીન પહોંચાડયા બાદ વર્ટીકલ ડ્રીલીંગ શરુ કરવા માટે બીઆરઓએ મોરચો સંભાળ્યો છે અને આ કામમાં હવે મજુરોને સુરંગના કાટમાળમાંથી બહાર કાઢવામાં વધુ બે ત્રણ દિવસ લાગી શકે છે.
સિલકયારા સુરંગ બચાવ અભિયાન પર આંતરરાષ્ટ્રીય ટનલીંગ વિશેષજ્ઞ અર્નોલ્ડ ડિક્સ કહે છે કે આનો અનેક રીતો છે, માત્ર એક જ રસ્તો નથી. હાલ બધુ ઠીક છે હવે ઓગર ખતમ થઇ ગયું છે. બરમા (મશીન) તુટી ગયું છે. નવું કોઇ બરમા નહીં આવે.
બીજી બાજુ ઓગર મશીન ફસાવવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલા અધિકારીઓના ચહેરા ઉતરી ગયા છે. મીડીયા કર્મીઓથી દૂર ભાગી રહ્યા છે તો બીજી બાજુ સિલકયારા ટનલના ઉપરી ભાગમાં આજે શનિવારે પાણીનું લીકેજ વધવાથી ચિંતા પણ વધી રહી છે. તો 14-14 દિવસોથી સુરંગમાં ફસાયેલા મજુરો બહાર ન નીકળી શકતા બહાર રહેલા તેમના પરિવારજનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે.