હિન્દુ સનાતન ધર્મનો પરચમ લહેરાવવા ભારતીય મુળના એક અમેરિકન ડોક્ટરે અનોખી પહેલ કરી છે. આ વાત છે ભારતીય મુળના અને અમેરિકામાં રહેતા ડો.મિહિર મેઘાણીની કે જેમણે હિંદુ ધર્મ વિશે જાગૃતિ ફેલાવવા અને અમેરિકામાં તેનો પ્રચાર કરવા માટે 4 મિલિયન ડૉલર એટલે કે 32 કરોડ દાન આપવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે હિંદુ માત્ર ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે.
ભારતીય મૂળના ડો. મિહિર મેઘાણીએ તેમના ત્રણ મિત્રો અસીમ શુક્લા, સુહાગ શુક્લા અને નિખિલ જોષી સાથે મળીને બે દાયકા પહેલા સપ્ટેમ્બર 2003માં હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF)ની સ્થાપના કરી હતી.
ભારતીય-અમેરિકન ડૉક્ટર મિહિર મેઘાણીએ આ મહિનાની શરૂઆતમાં વાર્ષિક સિલિકોન વેલી ફંક્શનમાં આગામી આઠ વર્ષમાં હિન્દુ હિત માટે 15 લાખ ડૉલર એટલે કે 12 કરોડ 50 લાખ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી હતી.
આ સાથે તેઓ આગામી બે દાયકામાં હિન્દુ કલ્યાણના હેતુ માટે 40 લાખ ડોલર એટલે કે રૂપિયા 32 કરોડનું દાન કરશે.
આટલુ દાન કરવાનું કારણ પુછતા ડો. મિહિરે જણાવ્યુ હતુ કે અમે આ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે તે આપણો ધર્મ છે, આપણી ફરજ છે. તેમણે કહ્યું કે, જે હિન્દુઓ ભારતમાંથી આવી રહ્યા છે. તેઓ સમજી શકતા નથી કે તેમની પાસે હિન્દુ ઓળખ છે. અને ભારતીય રાષ્ટ્રીય ઓળખ છે. જે આપણા માટે ગર્વની બાબત છે. જેથી આપણે તેનો પ્રચાર કરવાની જરૂર છે. આપણે હિન્દુઓની ભારતીય અથવા ભારતીય ઓળખને મજબૂત કરવાની જરૂર છે.