આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના માધ્યમથી ડીપફેકથી વિડીયો-ફોટા તથા અવાજ સહિતની આબેહુબ નકલો કરી સેલીબ્રીટી સહિતના લોકો સાથે થઈ રહેલા મજાક તથા તેમના માટે અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે તેવા સંકેત વચ્ચે હવે સરકારે એક તરફ તમામ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને આગામી સાત દિવસમાં આ પ્રકારના ડીપફેક તેમની પગલાની તૈયારીમાં નીતિ બનાવવા તથા સોફટવેર અપગ્રેડેશન સહિતની કામગીરી પુરી કરવા સૂચના આપી છે.
જેમાં પ્રતિબંધીત સામગ્રી જે તે પ્લેટફોર્મ પર અપલોડ કરવા સામે સેકસ સંબંધી વિસ્તૃત માહિતી તથા વિડીયો તસ્વીરો વિ. અચોકકસ તથા તેના યુઝર્સ કઈ પ્રતિબંધીત સામગ્રી અપલોડ કે ફોરવર્ડ વાયરલ કરી શકે નહી તેની માર્ગરેખા આપવા તેમના કોઈના કન્ટેન્ટને ખુદના તરીકે નહી દર્શાવવા પણ યુઝર્સને માહિતી આપવા સહિતના પગલા લેવા જણાવ્યું છે તો બીજી તરફ આ પ્રકારેના આઈટી નિયમોનો ભંગ કરનાર પ્લેટફોર્મને કામચલાવ રીતે બ્લોક પણ કરી શકાશે
તેવી ચેતવણી આપી છે. પ્લેટફોર્મ ડીપફેક અંગે માહિતી મળ્યાના તુર્તજ તેના મુળ અપલોડ કરનારની માહિતી આપવી પડશે તથા કન્ટેન્ટ દુર પણ કરવું પડશે. કેન્દ્રીય ઈલેકટ્રોનીક અને આઈટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે તમામ સોશ્યલ મીડીયા કંપનીઓને ડીપફેક તથા અન્ય પ્રતિબંધીત મટીરીયલ અંગે જે નિયમ કાનૂન છે તેનો ભંગ ન થાય તે જોવા ખાસ તાકીદ કરી છે. આ આગામી બેઠકમાં મેટા (ફેસબુક), ગુગલ, સ્નેપ, શેરમાર્ટ, ટેલીગ્રામ સહિતનાં એપ. ઉપરથી ટેલીકોમ કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા.