ભારતીય પાસપોર્ટ હવે વધુ મજબૂત બની રહ્યા છે. થાઈલેન્ડ તથા શ્રીલંકા બાદ હવે મલેશિયાએ પણ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા જાહેરાત કરી છે અને આ નવી વ્યવસ્થા તા.1 ડિસેમ્બરથી અમલી બની જશે.
મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, મલેશિયામાં વધુમાં વધુ 30 દિવસ રહેવા માટે ભારત અને ચીનના નાગરિકોએ કોઈ એડવાન્સ વિસા લેવાની જરૂર પડશે નહી. તા.1 ડિસે.2023 થી આ વ્યવસ્થા લાગુ થઈ જશે.
જો કે આ વિઝા છૂટ કેટલો સમય માટે અપાઈ છે તે જાહેરાત થઈ નથી પણ માનવામાં આવે છે કે તે કાયમ માટે હશે. અગાઉ થાઈલેન્ડ અને શ્રીલંકાએ પણ ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી. હવે મલેશિયા આ પ્રકારની છૂટ આપનાર ત્રીજો એશિયાઈ દિવસ બની ગયા છે.
અગાઉ સાઉદી અરેબીયા- બહેરીન, યુએઈ, તુર્કી, જોર્ડન ઈરાને પણ આ પ્રકારની છૂટ આપી હતી. ભારત અને ચીનની મોટી સંખ્યામાં સહેલાણીઓ મલેશિયા જાય છે અને આ વર્ષ જાન્યુઆરીથી જૂન વચ્ચે જ 2.83 લાખ ભારતીયોએ મલેશિયામાં ટુરીસ્ટ વિઝા મેળવ્યા હતા.