ઉતરપ્રદેશમાં ધાર્મિક સ્થળો પર મર્યાદાથી વધુ અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા સામે અમલી બનાવેલા નિયમમાં આજે ઉતરપ્રદેશ પોલીસે ફરી એક ઝુંબેશ ચલાવીને લખનૌ સહિત રાજયભરમાં મસ્જીદો પરના લાઉડ સ્પીકર નિયમોનું પાલન નહી કરતી અનેક મસ્જીદો પરના લાઉડ સ્પીકર આજે ઉતરાવી લીધા હતા.
જો કે મસ્જીદ સંચાલકોએ આ કાર્યવાહીમાં પોલીસને સાથ આપ્યો હતો. આજ સવારે પાંચ વાગ્યાથી જ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને અગાઉથી જે મસ્જીદોમાં નિયમનું પાલન થયું ના હતું તેમને ત્યાં જઈને કાર્યવાહી કરવામાં આવી હતી. લખનૌ, ફૈઝલાબાદ સહિતના સ્થળો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. અગાઉ જ રાજય સરકારે તમામ મસ્જીદ સહિત તથા અન્ય તમામ ધાર્મિક સ્થળોને લાઉડ સ્પીકરના ઉપયોગમાં અવાજના પ્રદુષણ નિયંત્રણના જે નિયમો છે તેનું પાલન કરવા જણાવ્યું હતું. જેથી નિયમીત રીતે સમીક્ષા થઈ રહી છે.