ભારત સામે ચાલી રહેલી ટી-20 શ્રેણી વચ્ચે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં મોટા ફેરફાર કર્યા છે. આજે ગુવાહાટીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. સ્ટીવ સ્મિથ અને એડમ ઝમ્પા સ્વદેશ પરત ફર્યા છે, જ્યારે ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, જોશ ઈંગ્લિશ અને સીન એબોટ આવતીકાલે ઓસ્ટ્રેલિયા જશે. વિકેટકીપર-બેટ્સમેન જોશ ફિલિપ અને બેન મેકડર્મોટ, જેઓ પહેલાથી જ ટીમમાં જોડાઈ ચૂક્યા છે, તેઓ આજની ત્રીજી T20I માટે ઉપલબ્ધ છે. બેન દ્વારશુઈસ અને સ્પિનર ક્રિસ ગ્રીન ચોથી મેચ પહેલા રાયપુરમાં ટીમ સાથે જોડાશે.
ઓસ્ટ્રેલિયા હવે માત્ર 13 ખેલાડીઓ સાથે ભારત સામે ત્રણ T20 રમશે.
મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેટ શોર્ટ, કેન રિચર્ડસન.