પ્રેમમાં સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચેલી અંજુ નવેમ્બરના અંત સુધીમાં ભારત પરત ફરી શકે છે. પતિ નસરુલ્લાએ તેના પરત ફરવાના સંકેત આપ્યા છે. એટલું જ નહીં એવા સમાચાર છે કે તે પોતે અંજુને વાઘા બોર્ડર પર ડ્રોપ તકરવા આવી શકે છે. અંજુ જૂનમાં રાજસ્થાનના અલવરથી ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. ત્યારથી તેના વાપસીને લઈને અટકળો ચાલુ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની યુટ્યુબર મોહસીન સાથેની વાતચીતમાં નસરુલ્લાએ જાણકારી આપી કે અંજુના વિઝાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. તે નવેમ્બરના અંત સુધીમાં ભારત પરત આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંજુ તેના બાળકોને મિસ કરી રહી છે.
નસરુલ્લા કહે છે કે અંજુ ભારતમાં તેના બાળકોને મળશે. યુટ્યુબર સાથે વાત કરતા તેણે કહ્યું કે બાળકોને પાકિસ્તાન લાવવું અંજુની પસંદગી હશે, જો તે ઈચ્છે તો તે કરી શકે છે. તેણે કહ્યું છે કે અંજુ બાળકોને મળવા માટે પાકિસ્તાનથી પરત ફરશે.
જ્યારે અંજુ પાકિસ્તાન પહોંચી ત્યારે કહેવામાં આવ્યું હતું કે તે થોડા દિવસોમાં ભારત પરત ફરશે, પરંતુ એવું થયું નહીં. એવા અહેવાલો હતા કે તે જુલાઈમાં ભારત પરત ફરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમ છતાં તે બન્યું ન હતું. નસરુલ્લાએ ઓક્ટોબરમાં અંજુ ભારત આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જોકે, હવે પાંચ મહિના વીતી ગયા છે. હવે નસરુલ્લાનું કહેવું છે કે તે નવેમ્બરના અંત સુધીમાં ભારત પહોંચી શકે છે.
યુટ્યુબર સાથેની વાતચીત દરમિયાન નસરુલ્લાએ જણાવ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા અંજુ સાથે જોડાયેલો હતો તે દરમિયાન અંજુ એક કંપનીમાં કામ કરતી હતી અને તે તે કંપનીની પ્રોડક્ટ શોધી રહી હતી. અહીંથી વાતચીતનો દોર શરૂ થયો અને વાત મળવા અને લગ્ન સુધી પહોંચી. અંજુએ ઈસ્લામ કબૂલ કરીને ફાતિમા નામ રાખ્યું હતું.