ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. બચાવ કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરંગમાંથી કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢતા પહેલા NDRF અને SDRFના જવાનો ટનલની અંદર ગયા હતા. જેમાં એક વૃદ્ધ કામદારને પહેલા બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાંથી એક પછી એક કામદારોને બહાર લાવવામાં આવશે. એક કામદારને બહાર કાઢવામાં લગભગ બે થી ત્રણ મિનિટનો સમય લાગશે.
જણાવવામાં આવી રહ્યું છે કે સુરંગમાંથી બહાર આવ્યા બાદ કામદારોને થોડા સમય માટે સુરંગની અંદર સુરક્ષિત સ્થાન પર રાખવામાં આવશે.