પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અવારનવાર કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક કોઈ નિર્ણયને કારણે તો ક્યારેક પ્રદર્શનને કારણે PCB સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તેના એક નિર્ણયથી યુ-ટર્ન લીધો છે.
પીસીબીએ બેટ્સમેન આઝમ ખાનને ઘરેલુ મેચ દરમિયાન તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ પ્રદર્શિત કરવા બદલ લાદવામાં આવેલ મેચ ફીના 50 ટકા દંડને સંપૂર્ણપણે માફ કરી દીધો હતો. આ નિર્ણય મંગળવારે લેવામાં આવ્યો હતો, જ્યારે એક દિવસ પહેલા પીસીબીએ કાર્યવાહી કરી હતી
પીસીબીએ આઝમ ખાન પર લાગેલો દંડ માફ કર્યો
પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન મોઈન ખાનના પુત્ર આઝમ ખાનને બે દિવસ પહેલા PCB મેચ રેફરીએ મેચ ફીના 50 ટકા દંડ ફટકાર્યો હતો, કારણ કે તેના બેટ પર પેલેસ્ટાઈનનું સ્ટીકર હતું. પીસીબીએ તેના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે.
પીસીબીએ તાજેતરમાં કહ્યું હતું કે મેચ અધિકારીઓ દ્વારા આઝમ ખાન પર લાદવામાં આવેલા 50 ટકા દંડની સમીક્ષા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેને માફ કરવામાં આવ્યો છે.
મેચ દરમિયાન વિકેટકીપર બેટ્સમેને અમ્પાયરની સૂચનાઓનું પાલન ન કર્યું તે પછી આઝમ ખાને PCB આચાર સંહિતાની કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું હતું. આ છતાં, પીસીબીએ દંડ અડધો કરવા પાછળ કોઈ કારણ આપ્યું નથી અને એ પણ જણાવ્યું નથી કે આઝમ ટૂર્નામેન્ટની ભવિષ્યની મેચોમાં તેના બેટમાંથી સ્ટીકર હટાવવા માટે સંમત છે કે નહીં.
ICCના નિયમો શું કહે છે?
ICCના નિયમો અનુસાર, ખેલાડીઓ અને ટીમના અધિકારીઓને રાજકીય, ધાર્મિક અથવા વંશીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા વ્યક્તિગત સંદેશાઓ પ્રદર્શિત કરવાની મંજૂરી નથી, જ્યાં સુધી ખેલાડી અથવા ટીમના અધિકારીના ક્રિકેટ એસોસિએશન અને PCBના ક્રિકેટ ઓપરેશન્સ વિભાગ દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવી ન હોય.