સમુદ્રમાં સર્જાયેલા લોપ્રેશરની અસર હેઠળ સૌરાષ્ટ્ર ગુજરાતને છેલ્લા બે દિવસમાં ધમરોળી સાંખનાર માવઠાનું જોર આજથી ધીમુ પડયું છે. આજરોજ સાંજ સુધીમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શકયતા છે.
જોકે હવે સૌરાષ્ટ્રમાં કયાંય વરસાદ પડવાની સંભાવના નથી. તેમ આજરોજ રાજય હવામાન વિભાગના ડાયરેકટર ડો.મનોરમા મોહંતીએ ‘સાંજ સમાચાર’ સાથેની એક વાતચિત દરમ્યાન જણાવેલ હતું. ડો. મોહંતીએ વધુમાં એવું પણ જણાવેલ હતું કે ચાલુ સપ્તાહમાં ઠંડીનું જોર રહેશે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ 16થી 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાશે.
જોકે કચ્છનાં નલીયા ખાતે ઠંડીની તિવ્રતા વધુ રહેશે. અત્રે લઘુતમ તાપમાન 13થી 14 ડિગ્રી આસપાસ નોંધાશે.