અમદાવાદની શાન સમા અને દરવર્ષે યોજાનાર ફ્લાવર શોની 2024 માટેની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શો આ વખતે 1 જાન્યુઆરીથી યોજાશે. જેની હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મનપાએ સકલ્પચર બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. મહત્વનું છે કે, આ વખતે ફ્લાવર શૉમાં 5.45 કરોડના ખર્ચે 33 સકલ્પચર બનાવાશે.
અમદાવાદની સાબરમતી નદીના કિનારે યોજાતા આ ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, સંસદ ભવન સહિતના સ્કલ્પચરો તૈયાર કરાશે. મોઢેરા સૂર્ય મંદિરનું 5 મીટર ઉંચુ સકલ્પચર બનાવવા પાછળ 43 લાખનો ખર્ચ થશે.
આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સકલ્પચર પણ આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહશે. આ તમામ સ્કલ્પચરો તૈયાર કરવામાં લગભગ 5.45 કરોડનો ખર્ચ થશે.જે માટે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે.