ગુજરાતમાં તાજેતરમાં આવેલા કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે.માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે.આંકડાઓ મુજબ ગુજરાતના ૧૩ શહેરોમાં તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછું નોંધાયું છે.તો સૌથી ઠંડુગાર રહેતુ નલિયા ૧૩.૬ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.આ સાથે રાજયમાં બીજા ક્રમે ભૂજમાં ૧૫.૮ ડિગ્રી તાપમાન તો કંડલામાં ૧૬, અમરેલીમાં ૧૭ ડિગ્રી તાપમાન અને પોરબંદર,રાજકોટ,સુરેન્દ્રનગરમાં ૧૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
મહત્વનું છે કે,રાજયમાં હવામાન વિભાગની આગાહી મુજબ રવિવાર-સોમવારે કમોસમી વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં શિયાળો જામવા લાગ્યો છે. ગાત્રો થીજાવતી ઠંડીનો દોર શરૂ થતા જ લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરી દિધી છે. તો બીજી તરફ ઠંડીથી બચવા મફલર, શાલ, જાકીટનો દોર પુનઃ શરૂ થયો છે. તો રાજ્યમાં ઠંડી વધતાની સાથે જ અનેક ભાગોમાં ધુમ્મસ જોવા મળ્યુ હતુ. જેના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતા. તે જોતા સંકેતો મળે છે કે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે.
હમણા સુધી રાજ્યમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરતા હતા. પરંતુ માવઠા બાદ ઠંડીએ અચાનક જોર પકડ્યુ છે. શિયાળો હવે વિધિસર જામી રહ્યો છે. સવારે ધુમ્મસભર્યા વાતવરણ સાથે અહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. શિયાળામાં લોકો સ્વાસ્થયનું ખુબ ધ્યાન રાખતા હોય છે ત્યારે આટલી ઠંડીમાં પણ લોકો મોર્નિંગ વોક કરવા અચુક નીકળતા હોય છે…..તો રાજ્યમાં ઠંડીની શરૂઆતની સાથે જ યાયાવર પક્ષીઓનું પણ આગમન થઇ ચુક્યુ છે.