ભારતના પડોશી દેશો જેવા કે શ્રીલંકા,પાકિસ્તાન,બાગ્લાદેશમાં ભૂખમરો અને મોંધવારી ચરમસીમાએ છે.ત્યારે મોસમની માર પણ સહન કરવાની તેમણે તૈયારી રાખવી પડશે.કારણકે FAOનો અંદાજ છે કે આ વર્ષે ભારતમાં ખાદ્યાન્નનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ રહેશે.પરંતુ પડોશી દેશોમાં સ્થિતિ તેનાથી વિપરીત છે.
પાકિસ્તાન,અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકામાં મોટી સંખ્યામાં લોકો ખાદ્ય અસુરક્ષાના સંકટનો સામનો કરી રહ્યા છે.જે સંકટ આગામી દિવસોમાં વધવાની સંભાવના છે.જેની પાછળ ખરાબ વાતાવરણની સાથે રાજનૈતિક અને આર્થિક સંકટ જેવા પરિબળો છે.
તો આ તરફ ચાલુ વર્ષે ભારતમાં ઘઉં અને ચોખાનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ રહેવાની ધારણા છે. તેથી દેશમાં વપરાતા આ બે મુખ્ય અનાજની ઉપલબ્ધતામાં કોઈ કટોકટી સર્જાય તેવી કોઈ શક્યતા હાલ જણાતી નથી. તો આ તરફ ભારતના કેટલાક પડોશી દેશે મોંઘવારીનો માર અને ખાદ્ય અસુરક્ષાનો માર સહન કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન ઓફ ધ યુનાઈટેડ નેશન્સ એટલે કે FAO દ્વારા જાહેર કરાયેલા વૈશ્વિક કૃષિ ઉત્પાદન ડેટાનું વિશ્લેષણ આ સંકટનો સ્પષ્ટ ખ્યાલ આપે છે.