મધ્ય પ્રદેશના શહેર ભોપાલમાં વર્ષ 1984માં સર્જાયેલી વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનામાં 16,000 લોકો ઊંઘમાંથી ઉઠી ના શકયા અને આજે 39 વર્ષ પછી પણ તેની અસર હજુ લોકોમાં જોવા મળી રહી છે. કેમિકલ ફેક્ટરીમાંથી ઝેરી ગેસ લીક થવાને કારણે રાત્રે ઉંઘતા હજારો લોકો કાયમ માટે ઉંઘી ગયા હતા. એટલું જ નહીં, લોકોની આગામી પેઢીઓને આ દુર્ઘટનાની અસર થઈ પરંતુ સૌથી દુખની વાત એ છે કે દુર્ઘટના માટે જવાબદાર આરોપીઓને સજા થઈ નથી. તેમજ તે સમયની તત્કાલીન કોંગ્રેસ સરકાર પર આ ઔદ્યોગિક દુર્ઘટના માટે જવાબદાર
02 અને 03 ડિસેમ્બર 1984ની રાત્રે જંતુનાશક પ્લાન્ટમાંથી લગભગ 45 ટન ખતરનાક ગેસ મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક થયો હતો. આ કંપની અમેરિકન ફર્મ યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની ભારતીય પેટાકંપની હતી. ગેસ પ્લાન્ટની આસપાસની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફેલાઈ ગયો, જેના કારણે હજારો લોકો તત્કાળ મૃત્યુ પામ્યા. લોકોના મોતને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને હજારો અન્ય લોકોએ ભોપાલથી ભાગવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
470 મિલિયન ડોલરનું વળતર
અકસ્માત પછી, યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને US $ 470 મિલિયનનું વળતર ચૂકવ્યું. જોકે, પીડિતોએ વધુ વળતરની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો હતો. 7 જૂનના રોજ ભોપાલની કોર્ટે આ દુર્ઘટનાના સંબંધમાં કંપનીના 7 અધિકારીઓને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. યુસીસીના તત્કાલીન પ્રમુખ વોરેન એન્ડરસન આ કેસમાં મુખ્ય આરોપી હતા પરંતુ ટ્રાયલ માટે હાજર થયા ન હતા.
એન્ડરસનને સજા મળી શકી નથી
01 ફેબ્રુઆરી, 1992ના રોજ ભોપાલ કોર્ટે એન્ડરસનને ફરાર જાહેર કર્યો હતો. આ પછી કોર્ટે 1992 અને 2009માં બે વખત એન્ડરસન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું, પરંતુ તેની ધરપકડ થઈ શકી ન હતી. એન્ડરસનનું મૃત્યુ સપ્ટેમ્બર 2014 માં કુદરતી કારણોસર થયું હતું અને આ કેસમાં ક્યારેય સજાનો સામનો કરવો પડ્યો નથી.