ભારતીય હવામાન વિભાગ IMD એ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી ચ છે.ત્યારે ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં તોફાન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.જેથી આ રાજ્યના ચાર જિલ્લામાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે,જેના કારણે આગામી દિવસોમાં અહીં ચક્રવાતી તોફાનની શક્યતા છે.IMDએ 4 ડિસેમ્બર સુધી આગામી પાંચ દિવસમાં અન્ય દક્ષિણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે આંધ્ર પ્રદેશ,કેરળ,પુંડુચેરીમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરી છે.