દેશમાં 2024 પુર્વેની લોકસભા ચૂંટણી પુર્વે સેમીફાઈનલ જેવા જંગમાં પાંચ રાજયોની ધારાસભા ચૂંટણી માટે આજે તેલંગાણાની 119 બેઠકો માટે મતદાન સાથે જ હવે તા.3ના રોજ જાહેર થનારા પાંચ રાજયોના ચુંટણી પરિણામોનું સસ્પેન્સ ચાલુ થઈ ગયુ છે તો બીજી તરફ આજે સાંજથી જ એકઝીટ પોલની જાહેરાતની ઉતેજના પણ શરૂ થશે.
છેલ્લા દોઢ માસથી ચાલતી આ પ્રક્રિયામાં મતગણતરી સાથે જ દેશના રાજકારણમાં 2024ની ગરમી શરૂ થશે. રવિવારે પરિણામો અને સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે અને 2024ની ચુંટણી પુર્વે પણ અંતિમ પૂર્ણ કક્ષાનું સત્ર ગણવામાં આવે છે. તેલંગાણામાં કુલ 119 બેઠકો માટે 2290 ઉમેદવારો મેદાનમાં છે. રાજયમાં શાસક ભારત રાષ્ટ્રીય સમીતી અને વિપક્ષ કોંગ્રેસ તથા આ ચુંટણીની ફરી દક્ષિણના રાજયમાં પ્રવેશ માટે પ્રયાસનો જંગ બની
આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 36.38% મતદાન થતા જ રાજયમાં ત્રિપાંખીયા જંગ વચ્ચે નીચા મતદાનથી તમામ પક્ષો વચ્ચે જબરી રસાકસીની શકયતા છે. અનેક સ્થળોએ તેલંગાણા, રાષ્ટ્રીય સમીતી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ટકકરની ઘટનાઓ બની હતી. હૈદરાબાદ સહિતના શહેરોમાં દક્ષિણના ફિલ્મી સીતારાઓનું મતદાન ગ્લેમર્સ સર્જી ગયું હતું. અલુ અર્જુન સહિતના અભિનેતાઓ મતદાન કરવા પહોંચ્યા તો તેમને અપાવવા ટેકેદારો પહોંચતા થોડી વ્યવસ્થા સર્જાઈ હતી.