મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિંગાપોરના પ્રવાસ દરમિયાન આજે સિંગાપોરના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી કિમ યોંગ સાથે મુલાકાત કરી હતી. આ વેળાએ સિંગાપોર-ભારત-ગુજરાત વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ વિકસાવવા બાબતે ચર્ચા કરી હતી. ભારતમાં રહેલી વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખીને મંત્રીએ સિંગાપોરની કંપનીઓની ભારતમાં રોકાણો કરવાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને સાકાર કરવામાં દેશમાં અગ્રેસર રાજ્ય ગુજરાતમાં આયોજિત થવા જઈ રહેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.