BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના 59માં સ્થાપના દિવસ નિમિતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ બીએસએફના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેના 59માં સ્થાપના દિવસ પર BSFના ઉત્કર્ષ દળની પ્રશંસા કરી હતી.અને કહ્યું હતું કે રાષ્ટ્રની રક્ષા માટે તેમની બહાદુરી અને અતુટ ભાવના તેમના સમર્પણનો પુરાવો છે.
વધુમાં તેમણે કહ્યુ કે હું કુદરતી આફતોના પગલે બચાવ અને રાહત કામગીરી દરમિયાન BSFની ભૂમિકાની પણ પ્રશંસા કરવા માંગુ છું.
તો આ તરફ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશને BSF પર ગર્વ છે જે દેશની સરહદોને અભેદ્ય રાખે છે.
વધુમાં તેમણે કહ્યુ કે હું BSFના બહાદુર શહીદોને સલામ કરું છું.દેશ હંમેશા તમારા બલિદાનનો ઋણી રહેશે.સાથે જ તેમણે કહ્યુ કે એક રાષ્ટ્ર તરીકે, અમે તમારા અદમ્ય સાહસ, પ્રેરણાદાયી બલિદાન,દૃઢ નિશ્ચય અને બહાદુરી માટે કાયમ ઋણી છીએ અને અત્યંત ગર્વ અનુભવીએ છીએ.’
મહત્વનું છે કે BSFની સ્થાપના વર્ષ 1965માં ભારતની સરહદોની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે કરવામાં આવી હતી. BSF કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. બાંગ્લાદેશની આઝાદીમાં સીમા સુરક્ષા દળની મહત્વની ભૂમિકા અવિસ્મરણીય છે.