ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી બેઠકમાં ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવાની મંજૂરી આપવામાં આવી છે. યોગી સરકાર તરફથી જિલ્લાનું નામ બદલવાની મંજૂરીના પણ સમાચાર છે.
આ દરખાસ્તને 12માંથી 11 સભ્યોનું સમર્થન મળ્યું છે.
નામ બદલીના વિરોધમાં સપાના કાઉન્સિલર રેહાન જે 12 કારોબારી સભ્યોમાંથી એક છે, તેમણે નામ બદલવાનો વિરોધ કર્યો હતો.
આ સાથે કહ્યુ કે ઈમારતો પર હાઉસ ટેક્સનું ભારણ વધશે નહીં. તમામ કારોબારી સભ્યોએ તેને ફગાવી દીધી હતી. નામ ટ્રાન્સફર કરવા માટેની ફી વધારવાની દરખાસ્તને સમિતિએ મંજૂરી આપી હતી.
મહત્વનું છે કે બે વર્ષ પહેલા જિલ્લા પંચાયતમાં ફિરોઝાબાદનું નામ ચંદ્રનગર તરીકે પાસ થયા બાદ હવે મહાનગરપાલિકામાં પણ ફિરોઝાબાદનું નામ બદલીને ચંદ્રનગર કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે.