COP28 કોન્ફરન્સમાં PM મોદીએ કહ્યું કે આ મંચ પરથી હું ભારતમાં COP33નું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. તેમણે કહ્યું કે એક પૃથ્વી એક પરિવાર એજ અમારો ઉદ્દેશ રહેશે. પીએમ મોદીએ કહ્યું કે સૌથી પહેલા હું ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઈનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મુદ્દાઓ પર તમારા સતત સમર્થન માટે આભાર વ્યક્ત કરવા માંગુ છું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ડિસેમ્બરે ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ ચેન્જ કોન્ફરન્સ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે આજે આ મંચ પરથી હું ભારતમાં COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ દરમિયાન પીએમ મોદીએ પર્યાવરણને લઈને ભારત દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ દુબઈમાં COP28માં કહ્યું કે, “ભારતે પારિસ્થિતિક અને અર્થતંત્ર વચ્ચે સંપૂર્ણ સંતુલન બનાવીને વિશ્વ સમક્ષ વિકાસનું એક મોડેલ રજૂ કર્યું છે.”