Tata Technologiesના શેરની કિંમતઃ લિસ્ટિંગના બીજા દિવસે Tata Technologiesના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. NSE પર શુક્રવારે શેર 7.04 ટકા અથવા રૂ. 92 ટકા ઘટીને રૂ. 1,220.60 પર બંધ થયો હતો. આ સમયગાળા દરમિયાન NSE પર ટાટા ટેકના શેરમાં રૂ. 1,348નું સર્વોચ્ચ સ્તર અને રૂ. 1211.60નું સૌથી નીચું સ્તર જોવા મળ્યું હતું. શેરની શરૂઆત રૂ. 1,339 પર હતી.
ટાટા ટેકનું બમ્પર લિસ્ટિંગ
જણાવી દઈએ કે, ગુરુવારે (30 નવેમ્બર), ટાટા ટેકના શેર NSE અને BSE પર રૂ. 1,200 (140 ટકા પ્રીમિયમ) પર લિસ્ટ થયા હતા જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 500 હતી. લિસ્ટિંગ બાદ શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને એક સમયે તેની કિંમત પ્રતિ શેર 1,400 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. જોકે, ટ્રેડિંગ સેશનના અંત સુધીમાં શેરની કિંમત પ્રતિ શેર 1314 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. ટાટા ટેકની માર્કેટ મૂડી રૂ. 50,000 કરોડની નજીક છે.
Tata Tech IPO ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો
Tata Tech IPO સામાન્ય રોકાણકારો માટે 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ખુલ્લો હતો. તેની લોટ સાઈઝ 30 શેર હતી. તેની ઇશ્યૂ કિંમત 475 થી 500 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આ IPOનું કદ આશરે રૂ. 3,042.51 કરોડ હતું. સમગ્ર આઈપીઓ વેચાણ માટેની ઓફર હતી જેમાં રોકાણકારો અને પ્રમોટરો દ્વારા શેર વેચવામાં આવ્યા હતા. આ IPI કુલ 69.43 વખત સબસ્ક્રાઇબ થયું હતું.
લાંબા સમય પછી IPO આવ્યો
લગભગ 19 વર્ષ પછી ટાટા ગ્રૂપ તરફથી ટાટા ટેકના રૂપમાં નવો IPO જોવા મળ્યો. અગાઉ 2004માં ટાટા ગ્રુપ દ્વારા TCSનો IPO લાવવામાં આવ્યો હતો. Tata Technologies એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ સંબંધિત ડિજિટલ સેવાઓ પૂરી પાડે છે. જણાવી દઈએ કે કંપનીમાં 12,000થી વધુ કર્મચારીઓ છે.