મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોર પ્રવાસના બીજા અને અંતિમ દિવસે માઇક્રોનના સિંગાપોર સ્થિત એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હતી,મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન માઇક્રોનના વરિષ્ઠ અધિકારીઓએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસની જાણકારી આપી હતી. સાણંદમાં સ્થપાનારા માઇક્રોન પ્લાન્ટ અંગે માઇક્રોન ફેસેલિટીના વરિષ્ઠ અગ્રણીઓ સાથે ચર્ચા-વિમર્શ કરી વિગતો મેળવી હતી,આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સેમિકંન્ડક્ટર પોલિસી સંદર્ભે માહિતી આપી હતી.