વિદેશ ભણવા ગયેલ વિદ્યાર્થીઓ સાથે થતા ગેરવર્તણુંકની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે વધુ એક ઘટના અમેરિકામાં ભણવા ગયેલ ભારતીય મૂળના વિદ્યાર્થી સાથે બની છે. 20 વર્ષીય વિદ્યાર્થીને મહિનાઓથી ગુલામની જેમ રાખવામાં આવ્યો હતો. બાથરૂમની પણ સુવિધા અપાતી ન હતી.
ઉપરાંત તેને રોજ ઢોર માર મારવામાં આવતો હતો. આ અત્યાચાર તેના સગાઓ દ્વારા જ કરવામાં આવતી હતી. અંતે પોલીસે તેને છોડાવ્યો હતો.આ ઘટના અમેરિકાના મિસોટી સ્ટેટની છે. મિસોરીના સેન્ટ ચાર્લ્સ કાઉન્ટીમાં હાઈવે પર આવેલા એક મકાનમાં પોલીસે દરોડા પાડયા હતા.
જયા વીસ વર્ષીય યુવાનને નર્કાગાર જેવી સ્થિતિમાંથી છોડાવ્યો હતો. આવી હાલત કરવા બદલ તેના કઝીન વેંકટેશ સતારૂ, શ્રવણ વર્મા અને નિખિલ વર્માને પકડવામાં આવ્યા છે અને હ્યુમન ટ્રાફિકિંગ, અપહરણ અને હુમલાનો આરોપ લગાવ્યો છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું કે, તેને બેઝમેન્ટમાં લોક કરીને રાખ્યો હતો. જયાં વ્યવસ્થિત ફલોટ પણ ન હતી અને ઠંડી જગ્યામાં સુવાની ફરજ પડતી હતી. બાથરૂમની પણ સગવડ ન હતી. બાજુની રેસ્ટોરન્ટના કચરા પેટીમાંથી ખાવાનું શોધી ખાવુ પડતુ હતું તેમજ ઈલેકટ્રીક વાયર, પીવીસી પાઈપ, લોખંડના સળીયાથી માર મારવામાં આવતો હતો.