રામલલાના 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા, સમારોહ માટે આમંત્રણ મોકલવાનું કામ શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી શરુ કરી દેવામાં આવ્યું છે. તેમાં સૌથી પહેલા સાધુ-સંતોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. દેશના વિભિન્ન પરંપરાઓના લગભગ ચાર હજાર સંતોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. આમંત્રણ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે લાંબા સંઘર્ષ બાદ રામ મંદિરનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે. 22 જાન્યુઆરીએ રામલલાના નૂતન વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરના ગર્ભગૃહમાં કરવામાં આવશે. નિમંત્રણ પત્રમાં લખવામાં આવ્યું છે કે અયોધ્યામાં ઉપસ્થિત રહીને આપ આ મહાન અવસરના સાક્ષી બનો. સંતોને 21 જાન્યુઆરી પહેલા અયોધ્યા પહોંચવાની અપીલ કરાઇ છે.