સોમવારે સેન્સેક્સ 2.05 ટકા અથવા 1383 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 2.07 ટકા અથવા 418.90 પોઇન્ટના વધારા સાથે 20,686.80 પર બંધ થયો હતો. આઇશર મોટર્સમાં 7.45 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં 6.78 ટકા, અદાણી પોર્ટ્સમાં 6.15 ટકા અને BPCLમાં 5.53 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
હાઇલાઇટ્સ
સેન્સેક્સ 1383 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર બંધ રહ્યો હતો
નિફ્ટી 418.90 પોઈન્ટના વધારા સાથે 20,686.80 પર બંધ રહ્યો હતો
આઇશર મોટર્સમાં 7.45 ટકાનો વધારો નોંધાયો હતો
3 રાજ્યોમાં સત્તાધારી પક્ષની બમ્પર જીતનો જશ્ન આજે શેરબજારમાં જોવા મળી રહ્યો છે. સોમવારે ભારતીય શેરબજારે તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી. ફાઈનાન્સ અને એનર્જી ક્ષેત્રના શેરોમાં ભારે ઉછાળો નોંધાયો હતો. ક્ષેત્રીય સૂચકાંકોમાં, ફાઈનાન્સ સેવાઓ 1.8 ટકા વધી હતી. જ્યારે એનર્જી શેરોમાં 2 ટકાનો વધારો થયો હતો. શેરબજારમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં આજે રૂ. 6 લાખ કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સમાં 1383 પોઈન્ટનો ઉછાળો
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ સોમવારે 2.05 ટકા અથવા 1383 પોઇન્ટના જંગી ઉછાળા સાથે 68,865 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ 68,918 પોઈન્ટ પર પહોંચ્યો હતો. જ્યારે , નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 2.07 ટકા અથવા 418.90 પોઇન્ટના વધારા સાથે 20,686.80 પર બંધ થયો હતો અને આજે મહત્તમ 20,702.65 પોઈન્ટની સપાટીએ ગયો હતો. બજાર બંધ સમયે, નિફ્ટી-50 પેકના 50 માંથી 44 શેરો લીલા રંગમાં હતા જ્યારે 6 શેર લાલ નિશાનમાં હતા.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
નિફ્ટી શેરની સ્થિતિ
અદાણીના શેરમાં જોરદાર ઉછાળો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે, નિફ્ટી પેક શેર્સમાં સૌથી વધુ વધારો આઇશર મોટર્સ 7.45 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 6.78 ટકા, અદાણી પોર્ટ્સ 6.15 ટકા, BPCL 5.53 ટકા અને ICICI બેન્ક 4.68 ટકા વધ્યો હતો. HDFC લાઇફમાં 0.83 ટકા, બ્રિટાનિયામાં 0.74 ટકા, એચસીએલ ટેકમાં 0.13 ટકા, સન ફાર્મામાં 0.10 ટકા અને વિપ્રોમાં 0.09 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.