ખાલિસ્તાની આતંકવાદી લખબિર સિંહનું પાકિસ્તાનમાં મોત થયુ છે.લખબિર સિંહ રોડે પ્રતિબંધિત ખાલિસ્તાનિ સંગઠનનો લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો ચીફ હતો.72 વર્ષની વયે લખબિર સિંહ રોડેનું પાકિસ્તાનમાં મોત થયુ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
1985માં એર ઈન્ડિયા જેટ કનિષ્ક પર થયેલા બોમ્બ વિસ્ફોટમાંના એક ખાલિસ્તાની લખબિર સિંહ રોડે હતો.તે ભરતના પંજાબ પ્રાંતના મોગા જિલ્લાના રોડે ગામનો રહેવાસી હતો.તે ભારતથી દુબઈ ભાગી ગયો અને બાદમાં તે પાકિસ્તાન જતો રહ્યો હતો.પરંતુ પરિવારને કેનેડા રાખ્યો હતો.
વર્ષ 2002માં ભારતે 20 આતંકીઓને ભારતને સોંપવા માટે પાકિસ્તાનને એક યાદી સોંપી હતી જેમાં લખબિર સિંહનું નામ હતુ.લખબિર સિંહ પર ભારતમાં ગેરકાયદેસર હથિયાર અને વિસ્ફોટકો મોકલવાનો આરોપ હતો.