અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં ગુજરાતનો પણ મહત્વનો ફાળો છે. અયોધ્યાની એક નીંવ ખાસ રીતે રાખવામાં આવી રહી છે. નાનામાં નાની બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. ત્યારે રામમંદિર માટે ધ્વજાદંડ ગુજરાતના અમદાવાદમાં તૈયાર થઇ રહ્યા છે. જેમાં એક મુખ્ય ધ્વજાદંડ અને અન્ય 6 ધ્વજાદંડ એ રીતે કુલ 7 ધ્વજાદંડ અમદાવાદમાં તૈયાર થઇ રહ્યા છે.
મહત્વનું છે કે આગામી સપ્તાહમાં આ ધ્વજાદંડ તૈયાર થઇ જશે અને અયોધ્યા મોકલવામાં આવશે. છેલ્લા 6 મહિનાથી અમદાવાદનું શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ રામ મંદિરના મુખ્ય ધ્વજધ્વજના નિર્માણનું કાર્ય કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા રામમંદિરમાં ભગવાન શ્રીરામને 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 12:20 કલાકે પ્રભુને બિરાજમાન કરવામાં આવશે. રામલલ્લા અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં આવેલા તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત લગભગ 8000 ઋષિ-મુનિઓ ઉપસ્થિત રહેશે.ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહશે.રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશમાંથી પણ લાખો ભક્તો એકસાથે ઉપસ્થિત રહેવાના છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બની રહેલા આ ધ્વજદંડને ધ્રુવ શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો મુજબ બનાવવામાં આવી રહ્યા છે. અને નાની નાની બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.અમદાવાદમાં બની રહેલા ઘ્વજદંડોનું ટેકનિકલ માપન આ પ્રકારનું છે.
મુખ્ય મંદિર ધ્વજદંડ
વ્યાસ – O/D – 9.5”
વ્યાસ- I/D -7.5”
પાટલી લંબાઈ – 5′-7″
કુલ લંબાઈ – 44′ ફીટ
વજન આશરે – 5500 કિ.ગ્રા
તમામ સામગ્રીમાં ખાસ પ્રમાણિત પિત્તળનો ઉપયોગ થાય છે.
પરકોટ ધ્વજદંડ (નં. 6)
વ્યાસ – O/D -5.75”
વ્યાસ – I/D – 5”
પાટલી લંબાઈ – 2′-5”
એકંદર લંબાઈ – 20′ ફીટ
વજન આશરે 1 નંગ – 700 કિ.ગ્રા
તમામ સામગ્રીમાં ખાસ પ્રમાણિત પિત્તળનો ઉપયોગ કરવામાં આવ્યો છે
મંદિર એક એવી જગ્યા છે જ્યાં જપ સાધના કરવાથી સકારાત્મક જીવનનો અભ્યાસ કરવાથી પૃથ્વી પર વિશેષ દૈવી ઉર્જા ઉત્પન્ન થાય છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે શબ્દ ધ્વનિથી કોઈપણ જગ્યાએ ઊર્જા ઉત્પન્ન થાય છે,જેને પ્રાણ કહેવામાં આવે છે.તેને જ પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. દેવતાને ભૌતિક સ્વરૂપ આપ્યા પછી જ તેમની આગળ કરવામાં આવતી પૂજાથી સમગ્ર વિસ્તાર દૈવી ઊર્જાથી ભરાઈ જાય છે.