તમિલનાડુ સહિત દક્ષિણી રાજ્યોમાં ચક્રવાતી તોફાન મિચોંગનો ખૌફ જોવા મળી રહ્યો છે.કારણ કે તે ઝડપથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યુ છે.તેમના કારણે તમિલનાડુના વિવિધ શહેરોમાં જોરદાર પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે આ રાજ્યોમાં જન જીવન અસ્ત-વ્યસ્ત થયુ છે.તેમાં પણ ચેન્નઈની માઠી દશા બેઠી છે.અહીં એટલો વરસાદ પડ્યો છે કે વાહનો તણાતા જોવા મળી રહ્યા છે.
શહેર વચ્ચેથી જાણે કે ધસમસતી નદી પસાર થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્ છે.તે એરપોર્ટ વગેરે મહત્વના સ્થળો પર પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.તેમજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મળી રહેલી માહિતી મુજબ ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોતના સમાચાર પણ આવ્યા છે.
આજે એટલે કે 5મી ડિસેમ્બરની બપોર સુધીમાં ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.તોફાન ત્રાટકે તે પહેલા જ પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે.નોંધનિય છે કે વાવાઝોડું નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચેની જમીન સાથે ટકરાશે,ત્યારબાદ તેની ગતિ ઓછી થઈ જશે.વાવાઝોડાની સૌથી વધુ અસર ચેન્નઈમાં થઈ છે.
ચક્રવાતી તોફાન મિચોંગ ઝડપથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.તો ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી.ઉપરાંત શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોતના સમાચાર છે.ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાહતના પગલાં લેવા માટે હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય હવામાન વિભાગના અનુમાન અનુસાર ગંભીર ચક્રવાતી વાવાઝોડું માઇકોંગ પશ્ચિમ મધ્ય અને તેને અડીને આવેલા દક્ષિણ આંધ્રપ્રદેશ,દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે છેલ્લા 6 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું.તે ઉત્તર તરફ લગભગ સમાંતર અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક અને નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચેના બાપટલા નજીક ખસી જવાની ખૂબ જ સંભાવના છે,કારણ કે 5 ડિસેમ્બરની બપોર દરમિયાન પવનની મહત્તમ ગતિ 90 ની ઝડપ સાથે તીવ્ર ચક્રવાતી તોફાન છે.
દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પાર થવાની સંભાવના છે. ચક્રવાતી તોફાન મિચોંગની અસરને કારણે આંધ્રપ્રદેશના બાપટલા સમુદ્રમાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.ચક્રવાતી તોફાન મિચોંગને કારણે સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તમામ પ્રભાવિત ક્ષેત્રોમાં શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 6 ડિસેમ્બર 2023 ના રોજ બંધ રહેશે.