પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ સમુદાય પર અવાર નવાર અત્યાચારના સમાચાર આવતા રહે છે. તો આ તરફ હિન્દુ સમુદાયના ધાર્મિક સ્થળો અને મંદિરો પણ અસુરક્ષિત બની રહ્યા છે. અને હિન્દુ સમુદાય અને હિન્દુ મંદિરો પર હુમલા થઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના પંજાબના સાદીકાબાદના અહમદપુર લુમ્મા શહેરમાં કૃષ્ણ મંદિરને તોડીને તેને મદરેસામાં ફેરવવાનો એક વીડિયો વાયરલ થતા વિવાદ ઉભો થયો છે.
સોશિયલ મીડિયા પર એક લેટેસ્ટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા હિન્દુ મંદિરને મદરેસામાં ફેરવવાના પુરાવા દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં ઇમારતની બારીઓ પર શ્રી કૃષ્ણ લખેલું છે. અને તેની ઉપર બાલ્કનીમાં શ્રી કૃષ્ણની વાંસળી વગાડતી પ્રતિમા છે.આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ જણાવ્યું કે ભારત-પાકિસ્તાનના ભાગલા પહેલા અહીં એક મંદિર હતુ. પરંતુ બાદમાં તેને મસ્જિદમાં ફેરવી દેવામાં આવ્યું છે. અને આ મંદિરની ઈમારતમાં એક તરફ નમાઝ પઢવામાં આવે છે અને મદરેસામાં બાળકો અભ્યાસ કરતા નજરે પડે છે.
જ્યારે આ વીડિયો બનાવનાર વ્યક્તિએ ત્યાંના બાળકોને ભણાવતા હાજીનો ઈન્ટરવ્યુ લીધો તો હાજીએ કહ્યું કે આ વિસ્તારની આ સૌથી જૂની ઈમારત છે. અને અહીં 70 વર્ષથી નમાઝ પઢવામાં આવે છે અને બાળકો અભ્યાસ કરે છે.અહીંથી ભણ્યા પછી છોકરાઓ દેશ-વિદેશમાં નોકરી કરી રહ્યા છે. પરંતુ હાજીએ સ્વીકારવા સપ્ષ્ટ ઇન્કાર કર્યો હતો કે અહિં એક મંદિર હતુ.