દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.ભાજપે હિન્દી હાર્ટલેન્ડ પર સંપૂર્ણ કબજો કરી લીધો છે.આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે ભાજપે પાંચમાંથી ત્રણ રાજ્યો એટલે કે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીત મેળવી છે.જ્યારે દક્ષિણમાં તેલંગાણામાં કોંગ્રેસનો વિજય થયો છે,જ્યારે મિઝોરમમાં ZPMનો વિજય થયો છે.
હિન્દી હાર્ટલેન્ડમાં જીત બાદ અહીંના મતદારોને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
હિન્દી હાર્ટલેન્ડમાં ભાજપની જીત પછી,સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ભારતના લોકોએ હિન્દુત્વની રાજનીતિ સ્વીકારી લીધી છે.તેમને રોજગાર,સારી આરોગ્ય સુવિધાઓ અને શિક્ષણ સાથે કોઈ લેવાદેવા નથી.
ભાજપના નેતાઓએ પણ આનો જવાબ આપવાનું શરૂ કરી દીધું છે.
આ અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરીને કોંગ્રેસ સહિત વિપક્ષને આડે હાથ લીધા હતા.
વડાપ્રધાન મોદીએ એક ન્યૂઝ ચેનલના એન્કર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોનો જવાબ આપતાં હિન્દી હાર્ટલેન્ડને લઈને ઉઠેલા સવાલોના જવાબ આપ્યા છે.
તેમણે લખ્યું,કે’તેઓ પોતાના અહંકાર,જુઠ્ઠાણા,નિરાશાવાદ અને અજ્ઞાનથી ખુશ રહી શકે છે.પરંતુ તેમના વિભાજનકારી એજન્ડાથી સાવધ રહેવું જોઈએ.70 વર્ષ જૂની આદત એટલી સરળતાથી છૂટી શકતી નથી. ઉપરાંત,આવા લોકો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓએ આવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું જોઈએ.