ન્યાયશાસ્ત્રી, રાજકારણી, અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો. આ બધા ઉપરાંત, આંબેડકરે કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકની રચનામાં પણ યોગદાન આપ્યું છે. દેશના શ્રમ કાયદામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ આંબેડકરના કારણે શક્ય બન્યા હતા. આવો જાણીએ તેમની બંધારણ વિશેની વાતો…
ઑગસ્ટ 1947માં ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ પંડિત જવાહર નહેરુના નેતૃત્વ હેઠળ આઝાદ ભારતની પ્રથમ સરકારની કેન્દ્રમાં રચના કરવામાં આવી હતી. તેમાં મહાત્મા ગાંધીના આગ્રહને કારણે ડો. ભીમરાવ આંબેડકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેમને કાયદાખાતું સોંપવામાં આવ્યું હતું. તેની સાથે જ સ્વતંત્ર ભારત માટે રાજ્યબંધારણનો જે મુસદ્દો બંધારણ સમિતિ દ્વારા ઘડવામાં આવી રહ્યો હતો તે ‘મુસદ્દા સમિતિ’ના ચેરમેનપદે ડો. બાબાસાહેબ આંબેડકરની વરણી કરવામાં આવી હતી. આ પદની રૂએ ડો. આંબેડકરે ઝીણવટ અને કુશળતાથી જે કાર્ય કર્યું હતું. તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઇ ગયુ છે. અને એટલા માટે જ તેમને ‘ભારતના બંધારણના ઘડવૈયા’ અને ‘આધુનિક મનુ’ તરીકે ઓળખવામાં આવે છે.
સંવિધાન બનાવતી વખતે વૈદિક, શૈવ, શીખ, જૈન તથા બોદ્ધ બધા માંથી હિન્દુ કોણ છે ? તેવા પ્રશ્ન ઉઠ્યા હતા. તે વખતે ડો. બાબા સાહેબ આંબેડકરે જવાબ આપ્યો હતો કે દેશમાં જન્મ લેનાર બધાને કાયદાની દ્રષ્ટિએ હિન્દુ માનવામાં આવે. અને બધા પર એક જ કાયદો લાગુ કરવામાં આવે. જો કે સમય જતા હિન્દુ કોડ બિલ બન્યુ અને બધા હિન્દુઓને તેમાં સામેલ કરવામાં આવ્યા…
ડો. ભીમરાવ આંબેડકરે લીધેલા કેટલાક મહત્વના નિર્ણય
આંબેડકરે હરિજન શબ્દનો વિરોધ કર્યો હતો, જેને અનુસિચિત જાતિમાં સમાવેશ કરવા કહ્યુ હતુ
કેટલાક કારણોસર હિન્દુમાંથી બહાર થઇ ગયેલા સમાજની ઘર વાપસી કરાવી હતી
અંગ્રેજોએ દલિતોને ઇસાઇ ધર્મ અંગિકાર કરાવ્યો હતો તેમને આંબેડકરે ઘર વાપસી કરાવી હતી
આંબેડકરે પોતાના સહધર્મીઓમાં રાષ્ટ્રવાદ માટે જુવાળ જગાવી હતી
ડો. આંબેડકર ઇસ્લામ તથા ખ્રિસ્તી ધર્મ દલિતો માટે યોગ્ય માનતા ન હતા
આમ, બાબાસાહેબ આંબેડકરે લઘુમતીઓના અધિકારોને લગતા સંબંધિત લેખો પર ચર્ચા દરમ્યાન પોતાના દ્ષ્ટિકોણ સૌની સામે મુક્યો હતો. મુસદ્દા સમિતિના પ્રમુખ તરીકે બાબાસાહેબે લેખોમાં ઘણી સમિતિઓની તમામ દરખાસ્તો તૈયાર કરી હતી. બંઘારણની સંપાદકિય જવાબદારી પણ તેમણે જ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામી આપ્યા બાદ ડૉ. આંબેડકર દિલ્હી વિધાનસભા નજીક સિરોહી મહારાજના ઘરમાં રહેતા હતા. જ્યાં 6 ડિસેમ્બર, 1956મા તેમનું મૃત્યુ થયું હતું. તેમનું સમાધિ સ્થળ “ચૈત્ય ભૂમિ” મુંબઈમાં આવેલું છે. મહત્વનું છે કે ડો ભીમરાવ આંબેડકરની સ્મૃતિમાં 100 કરોડના ખર્ચે ડો. આંબેડકર રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્મારકને બંઘારણનું પ્રતીક એવા પુસ્તકનો આકાર આપવામાં આવ્યો છે.