સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહર લાલ નેહરુ પર નિશાન ટાંક્યુ હતુ. અમિત શાહે કહ્યું કે’નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને યુએનમાં લઈ જવાની ભૂલ હતી. ગૃહમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. વધુમાં શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો.નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું.
વધુમાં અમિત શાહે કહ્યુ કે જે બિલ અમે લાવ્યા છે. તેનો મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો.ત્યારથી ઘણા ફેરફારો થયા છે.ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કોઈએ વિસ્થાપિત લોકોની કાળજી લીધી નથી.જેમને કાળજી લેવાની હતી તેઓ ઈંગ્લેન્ડમાં વેકેશન માણતા હતા. જો તે સમયે તેમના માટે કામ થયું હોત. તો તેઓ વિસ્થાપિત થયા ન હોત. આ બિલ તેમને પ્રતિનિધિત્વ આપવા માટે છે.
ગૃહમંત્રીવ અમિત શાહે એમ પણ કહ્યુ કે 1947, 1965 અને 1971માં જમ્મુ-કાશ્મીરમાંથી 41 હજાર 844 પરિવારો વિસ્થાપિત થયા હતા. આ બિલ દ્વારા આ લોકોને અધિકાર મળશે. જો સીમાંકનની પ્રક્રિયા પવિત્ર ન હોય તો લોકશાહી પવિત્ર ન હોઈ શકે. અમે સીમાંકનને ન્યાયિક સીમાંકન નામ આપ્યું છે.
અમિત શાહે જાણકારી આપતા કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન કરવામાં આવ્યુ છે. જેથી હવેથી 107 સીટોને બદલે 114 સીટો થશે. સીમાંકન પંચે સમગ્ર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે પછાત લોકોને રોકવાનું કામ કર્યું છે. 70 વર્ષ પહેલા પછાત વર્ગ આયોગને બંધારણીય દરજ્જો કેમ ન મળ્યો? નરેન્દ્ર મોદી સરકારે તેને બંધારણીય દરજ્જો આપ્યો.