દિલ્હી ખાતે સંસદ ભવન સંકુલના બાલયોગી ઓડિટોરિયમમાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ સાંસદો હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવોની એક બેઠક પાર્ટીના મુખ્યાલયમાં અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મધ્યપ્રદેશ,છત્તીસગઢ અને રાજસ્થાનમાં સીએમ ચહેરાને લઈને ભાજપમાં સતત મંથન ચાલી રહ્યું છે.
બેઠકમાં પીએમ મોદીએ આંકડાઓને ટાંકીને કહ્યું કે હાલમાં ભાજપ દેશની સૌથી લોકપ્રિય પાર્ટી છે.ભાજપ સંસદીય દળની બેઠક માટે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, ડૉ. એસ. જયશંકર અને વીરેન્દ્ર કુમાર દિલ્હી પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતુ.ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
તો આ તરફ બેઠક વિશે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, “ભાજપની સંસદીય દળની આજે બેઠક યોજાઈ હતી. જેમાં પીએમ મોદીએ ચક્રવાતથી પ્રભાવિત લોકો અને જેમની સાથે દુ:ખદ ઘટનાઓ બની હતી તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ત્રણ રાજ્યોની સાથે મિઝોરમ અને તેલંગાણામાં પણ ભાજપની કદ વધ્યુ છે. ત્રણ રાજ્યોમાં અમારી સરકાર ચૂંટાઈ છે અને ત્યાં અમારી સરકાર બની રહી છે.