એક પશુપાલકની ભેંસે પંજાબના ધનૌલામાં આયોજિત ત્રણ દિવસીય પશુ મેળામાં સૌથી વધુ દૂધ આપવાનો રેકોર્ડ બનાવીને ફાર્મ ટ્રેક ટ્રેક્ટર જીત્યું હતું.આ સિદ્ધિ પર ગામના સરપંચે પશુપાલકો અને ભેંસોને ટોલ પ્લાઝા પર હાર પહેરાવીને આવકાર્યા અને કાફલા સાથે ગામમાં લઈ ગયા હતા.
વધુ વિગતે વાત કરીએ તો હરિયાણાના ચિકનવાસ ગામના રહેવાસી પશુ ખેડૂત અમિત ધંડાએ જણાવ્યું કે,પંજાબના ધનૌલામાં ત્રણ દિવસીય પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમાં તે તેની મુર્રાહ જાતિની ભેંસ લઈને પહોંચ્યા હતા. આ મેળામાં મોટી સંખ્યામાં પશુપાલકો તેમના પશુઓ સાથે ત્યાં પહોંચ્યા હતા. આ પશુ મેળામાં વધુમાં વધુ દૂધ કાઢવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમની મુરાહ જાતિની ભેંસ 22 કિલો 300 ગ્રામ દૂધ આપીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
પ્રથમ સ્થાન મેળવવાની સાથે જ આ ભેંસને એક ટ્રેક્ટર ઇનામના રૂપમાં આપ્યું હતું. આ સિદ્ધિ હાંસલ કરીને અમિત ધાંડાની ભેંસે ગામ અને રાજ્યને ગૌરવ અપાવ્યું હતું.ઉલ્લેનીય છે કે પંજાબમાં રાષ્ટ્રીય સ્તરની દૂધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમે વિજેતા થનાર ભેંસના માલિક અમિત ધાંડાએ જણાવ્યું કે, તેમને 2013થી પશુપાલનમાં રસ પડ્યો અને સારી નસલની ભેંસ રાખવાનું શરૂ કર્યું હતું. 2019માં તેણે સાક્ષીને ખરીદી હતી. સાક્ષીની દૂધ આપવાની ક્ષમતા જોઈને તેને લાગ્યું કે, આ ભેંસ કંઈક અલગ છે.