કોરોના બાદ હવે ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાની બિમારી ઉદભવી છે. જેને લઇ વિશ્ન ચિંતિત થયુ છે. ત્યારે ચીનમાં છેલ્લા એક મહિનામાં રહસ્યમય ન્યુમોનિયાએ ચીનનો ભરડો લીધો છે.ચીનમાં ન્યુમોનિયાના કેસોમાં આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ માયકોપ્લાઝમા ન્યુમોનિયા નામની આ બીમારીથી બાળકો સૌથી વધુ પ્રભાવિત થઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, ન્યુમોનિયા અને શ્વસન ચેપની ફરિયાદ કરતા હોસ્પિટલોના ઇમરજન્સી વિભાગોમાં દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.અધિકારીઓએ દરેકને એલર્ટ રહેવા અને રક્ષણાત્મક પગલાં લેવાનું ચાલુ રાખવાની સલાહ આપી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ ચીનમાં ફેલાઇ રહેલા ચેપી H9N2ના કેસોમાં અચાનક થયેલા વધારા પર ગંભીરતાથી નજર રાખી રહ્યું છે. WHO એ અધિકારીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને દેશમાં વધતા ચેપી રોગને રોકવા માટે પ્રયત્નો કરવાની સલાહ આપી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનની સાથે અન્ય દેશોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે.
તો ભારતમાં પણ તેનો ચેપ ફેલાયો છે તે વાતનું ખંડન કરતા PIBએ એક રીલીઝ જાહેર કરીને કહ્યું- દિલ્હી AIIMSમાં બેક્ટેરિયલ ચેપના કેટલાક કેસોને ચીનના ન્યુમોનિયા સાથે જોડીને કરવામાં આવી રહેલા દાવા ખોટા છે.માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા એ ન્યુમોનિયાના સૌથી સામાન્ય પ્રકારોમાંનું એક છે. એઈમ્સ દિલ્હીમાં ન્યુમોનિયાના કેસોનો ચીનમાં બાળકોમાં નોંધાયેલા શ્વસન ચેપ સાથે કોઈ સંબંધ નથી.ભારત સરકાર અહીં એલર્ટ પર છે. અને સુરક્ષાના તમામ પગલાંનું ગંભીરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે.