ગુજરાત સહિત 4 રાજ્યોમાં ભૂકંપ અનુભવાયો છે. જેમાં કચ્છમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે ગુજરાતના કચ્છ તેમજ મેઘાલય, તમિલનાડુ, કર્ણાટકમાં ભૂકંપ આવ્યો છે. ભૂકંપનો આંચકો સવારે 9 વાગ્યે અનુભવાયો છે.
કચ્છમાં ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી
આજે કચ્છીઓ ભૂકંપના આંચકાથી ધ્રુજ્યા છે. આજે ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાતમાં વહેલી સવારે 9 કલાકે કચ્છના રાપરમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું છે. ભૂકંપની તીવ્રતા 4.2 હોવાની માહિતી છે.
મેઘાલયમાં, કર્ણાટકમાં ભૂકંપ
આજે મેઘાલયના શિલોંગમાં 3.8, કર્ણાટકના વિજયપુરમાં 3.1, તમિલનાડુ ચેંગલપચટ્ટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.