રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.એક કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના રાષ્ટ્ર હિત, તથા ભારતીય લોકો વિરુદ્ધ કોઈપણ પગલાં અથવા નિર્ણયો લેવા દબાણ કે ધમકી નહિ આપી શકાય, રશિયાના પબ્લિક બ્રોડકાસ્ટર આરટીએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં પુતિન મોદીના વખાણ કરતા સાંભળી શકાય છે.
વધુમાં આ વીડિયોમાં પુતિનને એવુ પણ કહેતા સંભળાયા કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો સતત તમામ દિશામાં વિકસિત થઇ રહ્યા છે. તેની મુખ્ય ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે. વધુમાં પુતિને કહ્યુ કે હું કલ્પના પણ ના કરી શકું કે મોદીને કોઇ ડરાવી કે ધમકાવી શકે.
પુતિને આ વર્ષે 4 ઓક્ટોબરે ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની 8મી કોન્ફરન્સમાં મોદી અને મેડ ઈન ઈન્ડિયાના તેમના આગ્રહની ખુબ જ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે.તેમના આ એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેના હિતમાં છે.
ભારતની વસ્તી 1.5 અબજથી વધુ છે. અને તેમા આર્થિક વૃદ્ધિ સાત ટકાથી વધુ છે.જે દર્શાવા છે કે ભારત એક શક્તિશાળી દેશ છે.