ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ધારાસભ્ય અને અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીને તેલંગાણાની કોંગ્રેસ સરકારે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર બનાવતા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ટી રાજાએ વાંધો ઉઠાવ્યો છે. ટી રાજાએ કહ્યુ હિન્દુઓની હત્યાની વાત કરતા સ્પીકર પાસે હું શપથ નહિ લઇશ.વધુમાં ટી રાજાએ કહ્યુ જ્યાં સુધી જીવતો છું. ત્યાં સુધી ઓવૈસીની સામે શપથ નહીં લઉં.
ઉલ્લેખનીય છે કે પ્રોટેમ સ્પીકર તરીકે સામાન્ય રીતે ગૃહના સૌથી વરિષ્ઠ ધારાસભ્યની નિમણૂંક કરવામાં આવે છે.તેમનું કામ નવા ધારાસભ્યોને શપથ અપાવવાનું અને વિધાનસભા સ્પીકરની ચૂંટણી કરાવવાનું હોય છે. ટી રાજા સિંહે કહ્યું કે, કોંગ્રેસ સરકારે તેમના માટે આદેશ કાઢ્યો છે કે, કાલે અકબરુદ્દીન ઓવૈસીની સામે તમામ લોકો શપથ સમારોહમાં સામેલ થશે. આ રાજા સિંહ જ્યાં સુધી જીવતો છે, AIMIMની સામે શપથ નહીં લે. અકબરુદ્દીન ઓવૈસી સામે શપથ નહીં લે.
ટી રાજા સિંહે અકબરુદ્દીન ઓવૈસીના કારણે શપથનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. અકબરુદ્દીનને તેલંગાણા વિધાનસભાના કામચલાઉ સ્પીકર બનાવવામાં આવ્યા છે. અને બીજા દિવસે ટી રાજા સિંહ નવા પૂર્ણકાલીન સ્પીકર સામે શપથ લેશે.
ઉલ્લેખનીય છે કે અકબરુદ્દીન ઓવૈસી એ જ વ્યક્તિ છે જેણે કહ્યું હતું કે જો 15 મિનિટ આપવામાં આવે તો તે 100 કરોડ હિન્દુઓને મારી નાખશે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીએ દેશ અને હિંદુઓ વિરુદ્ધ બોલનાર વ્યક્તિને પ્રોટેમ સ્પીકર બનાવ્યો છે.તે નહિ ચલાવી લેવાઇ….