ગુજરાતએ સંતો અને મહંતો તથા વીર યોધ્ધાઓની ભુમિ છે. આ એજ ગુજરાત છે જ્યાં ધંધાની પણ વિશાળ તકો છે. ગુજરાતમાં અઢળક શૂરવીરો જનમ્યા છે. સાથે જ ગુજરાતની પ્રજા ધાર્મિક પણ એટલી જ છે. દેશ વિદેશોના ધાર્મિક સ્થળોની મુલાકાતે મહત્તમ ગુજરાતની પ્રજા જતી હોય છે. સાથે હવે ગુજરાત રાજ્ય જે રીતે અન્ય રાજ્યો અને વિદેશો માટે એક રોલ મોડેલ છે. તે જ રીતે અહિંના ધાર્મિક સ્થળો પણ જગ વિખ્યાત છે. એટલે જ તો રાજ્યમાં ધાર્મિક સ્થળોના વિકાસ પુરજોશમાં થઇ રહ્યા છે. લોકોની આસ્થા ખાસ ગુજરાતના યાત્રાધામ સાથે જોડાયેલા છે. ત્યારે આજે વાત કરવી છે ગુજરાતના યાત્રાધામોના વિકાસની….
ગુજરાત એક અતરંગી રાજ્ય છે. જ્યાં અનેક રંગો ભરેલા છે… અહિ ઐતિહાસિક ઇમરાતો પણ છે… હજારો સદીઓ પૌરાણિક હિન્દુ સનાતનના ધાર્મિક સ્થળો પણ આવેલા છે. ભારતભરના તથા વિદેશોના લોકોની પણ આસ્થા તેની સાથે જોડાયેલી છે. અહિં ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી છે તો ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા અઢળક આસ્થાના કેન્દ્રો છે. પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર તથા 51 શક્તિપીઠમાંથી પ્રથમ એવા માં જગત જનની આદ્યશક્તિ અંબાજીનું શક્તિપીઠ પણ બીરજમાન છે. કચ્છમાં માતાનો મઢ, ચોટીલામાં ચામુંડા, પાવાગઢમાં કાળીકા બીરાજમાન છે. તો હજારો પગથિયા ચડીને ગીરનારના દર્શનનો પણ લાહવો કરોડો લોકો લઇ ચુક્યા છે. ત્યારે આ તમામ ધાર્મિક યાત્રાધામના દર્શન ખુબ કઠિન ચડાણ વચ્ચે પસાર થઇને થતા હોય છે. ત્યારે રાજ્ય સરકાર ધાર્મિક યાત્રાધામનો પ્રવાસ સૌ કોઇ સરળતાથી અને સુવિધાજનક રીતે કરી શકે તે માટે કટિબધ્ધ બની છે. ગુજરાતના રહેવાસી હોય કે દેશ વિદેશના પ્રવાસી હોય કોઇને પણ ધાર્મિક સ્થળોના દર્શન કરવા કઠિનના પડે તે માટે યોજનાઓ બનાવી રહી છે. રાજ્યમાં પુરજોશમાં ધાર્મિક સ્થળોના વિકાસ થઇ રહ્યા છે. આવો જાણીએ ધાર્મિક સ્થળો પર ક્યાં કેટલો વિકાસ થશે ?
વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલામાં આધ્યશક્તિ માં ચામુંડા બિરાજમાન છે. હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સાથે જોડાયેલા માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તો કુલ 635 પગથિયાં ચડીને ડુંગર પર પહોંચવું પડે છે. જેમાં માં ચામુડાં દર્શન કરવા વુધ્ધો અને દિવ્યાંગો માટે ખૂબ જ કપરાં ચઢાણ છે. જો કે હવે તેમને તળેટીમાંથી જ દર્શન કરી પરત ફરવુ નહિ પડે કારણ કે હવે ચોટીલામાં ફ્યુનિક્યુલર ટ્રેન શરૂ થવા જઇ રહી છે. આ પ્રોજેક્ટ એક વર્ષમાં પૂર્ણ થઇ જશે. 21 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ફ્યુનિકયુલર ટ્રેન એક એવી સિસ્ટમેટિક ટ્રેન છે. જેનો ઉપયોગ ઢોળાવવાળા વિસ્તારમાં કરી શકાય છે. ફ્યુનિક્યુલર એક પ્રકારની કેબલ રેલવે સિસ્ટમ છે. ત્યારે હવે કોઇ ભક્ત માતાજીના દર્શન કરવાથી વંચિત નહિ રહે……
આ તરફ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે. જેમણે સોમનાથ યાત્રધામના વિકાસ માટે 300 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટને અમલી બનાવવાની કટિબધ્ધતા દર્શાવી હતી. સોમનાથના વિકાસ બાદ સોમનાથમાં કાચની ટર્નલથી દરિયાઇ જીવ સૃષ્ટિ નિહાળી શકાશે. ત્રિવેણી દેહોત્સર્ગથી સામાકાંઠે કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટસ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ સાથે ઘાટને સુશોભિત કરાશે.
ગુજરાતનો સૌથી ઉંચો પર્વત અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર ગીરનાર સર કરવુએ ખુબ જ કપરું ગણાઇ છે. જીવનમાં ગીરનારની ચઢવો એ તમામ સનાતનીની ઇચ્છા હોય છે. ત્યારે ગીરનાર ખાતે એશિયાનો સૌથી ઉંચો અને લાંબો રોપવે તૈયાર કરાયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે.
તો આ તરફ દ્વારકા પુરાતન ભારતની મોક્ષદાયિની સાત નગરીઓમાં સ્થાન ધરાવે છે અને ચારધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકાનગરીના મૂળ વૈભવને પુનસ્થાપિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનનું આયોજન કર્યુ છે. જે અંતર્ગત અંબાજી-દ્વારકા-પાવાગઢ-બહુચરાજી-માતાનોમઢ-માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થસ્થાનોનો સર્વગ્રાહી વિકાસ થશે. તો સાથે જ રાજ્યના ૮ પવિત્ર યાત્રાધામ, ર૮ અન્ય મહત્વના યાત્રાધામો અને ૩પ૮ જેટલા સરકાર હસ્તકના દેવસ્થાનકોના વિવિધ વિકાસ કામોનું પણ આયોજન કરાયુ છે.
સનાતન ધર્મના યાત્રાધામોના વિકાસના કાર્ય પ્રગતિમાં
રાજ્યના 64 યાત્રાધામોમાં રૂ. 334 કરોડના વિકાસ પ્રોજેક્ટસને મંજૂરી
64 પૈકી 26 યાત્રાધામના કામો રૂ. 152.55 કરોડના ખર્ચે પ્રગતિમાં
38 યાત્રાધામોના કામો માટે મળેલી મંજૂરી અન્વયે રૂ. 177.80 કરોડના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ
અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપૂર કૃષ્ણ-રૂકમણી તીર્થ સ્થાનનો થશે વિકાસ
સિદ્ધપૂર તથા અનુસૂચિત જાતિ-જનજાતિના પવિત્ર આસ્થાના સ્થાનકોનો પણ સર્વાંગી વિકાસ કરાશે
કંથારપૂર ઐતિહાસિક વડના પ્રથમ તબક્કાના રૂ. ૬ કરોડના વિકાસ કામો થશે
માધવપૂરમાં રૂ. ૪૮ કરોડના તથા માતાના મઢ ખાતે રૂ. ૩૨ કરોડના વિકાસ કામોના થશે
મહત્વનું છે કે યાત્રાધામોને સૌર ઊર્જાથી પ્રકાશિત કરીને વીજ ખર્ચ બચત માટેની જે પહેલ ગુજરાતમાં કરવામાં આવેલી છે. તેમાં 349 ધાર્મિક સ્થાનોમાં આવી સિસ્ટમ કાર્યરત છે. તો આ તરફ રાજ્ય સરકારે યાત્રાધામોમાં 24×7 સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુસર હાઇ એન્ડ ક્લીનલીનેસ માટે પણ વ્યવસ્થા કરી છે. તો સૌથી મહત્વનું એવું રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને વિવિધ તીર્થ સ્થાનોના દર્શનનો લાભ આપવા શરૂ કરેલી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો 1 લાખ 18 હજાર યાત્રાળુઓએ લાભ લીધો છે.
ગુજરાતના 16 નાના મોટા ધાર્મિક સ્થળોનો વિકાસ થશે, મુખ્યમંત્રીએ 37.80 કરોડ મંજુર કર્યા
રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અલગ-અલગ સંસ્થાઓ/ટ્રસ્ટો દ્વારા નાના-મોટા તીર્થસ્થાનોના વિકાસ માટેની દરખાસ્તો મળી હતી જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગ્રામ્ય કક્ષાના નાના-નાના દેવસ્થાનોના વિકાસ માટે રૂપિયા 37.80 કરોડની સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા જે દેવસ્થાનોના સર્વાંગી વિકાસ માટે સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે તેની વાત કરીએ તો
હિંદુ મંદિરો 16 નાના મોટા ધાર્મિક સ્થળોનો થશે વિકાસ
વડોદરા જિલ્લાના 4 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂપિયા 7.45 કરોડ મંજુર
શિનોરના વ્યાસેશ્વર મહાદેવ, ડભોઈના ગઢભવાની માતાજી મંદિર,
રાયપુરના ભાથીજી મંદિર અને પાદરા ખાતેના મહીસાગર માતા મંદિરનો સમાવેશ
મહેસાણા જિલ્લાના 6 તીર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 15.66 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી
ઉંઝાના ઠાકોરજી મંદિર, નીલકંઠેશ્વર મહાદેવ, હનુમાન તથા શનિદેવ મંદિરનો સમાવેશ
કડીમાં દશામા મંદિર અને વિસનગરમાં શ્રી કૃષ્ણ મંદિરનો કરાશે વિકાસ
રાજ્યમાં અમદાવાદ., પાટણ, રાજકોટ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં પણ હિંદુ સનાતન ધર્મના નાના મોટા મંદિરોના નવિનીકરણ અને વિકાસ માટે સરકારે કટિબધ્ધતા દર્શાવી છે.
હિંદુ મંદિરો 16 નાના મોટા ધાર્મિક સ્થળોનો થશે વિકાસ
ધોળકાના ભેટડિયા ભાણ મંદિરના વિકાસ કામો માટે રૂ. 4.09 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી
પાટણના વુરાણામાં આવેલા ખોડિયાર માતા મંદિર તથા તળાવનું બ્યુટીફિકેશન કરાશે
રાજકોટના જેતપુરના કાગવડના શ્રી ખોડલધામ મંદિરમાં વિકાસના કામો થશે
અરવલ્લીમાં મેઢાસણ ખાતેના રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિર માટે પણ મંજૂરી
મહેસાણામાં રાજ્ય સરકાર હસ્તકના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના વિકાસ માટે પણ ફાળવણી
તો આ તરફ 51 શક્તિપીઠ માંથી એક એવા શ્રી મહાકાળી માતાજી મંદિરના નવનિર્મિત શિખર ઉપર વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરાયુ હતુ. ત્યારબાદ પાવાગઢ યાત્રાધામ ખાતે યાત્રાળુઓની સંખ્યામાં દિન-પ્રતિદિન ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૪ મહિનામાં જ ૫૦ લાખ કરતા વધુ યાત્રીકોએ પાવાગઢમાં મા કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.પાવાગઢ દર્શન માટે યાત્રીકોમાં ઉત્તરોત્તર થઇ રહેલા વધારાના સંદર્ભમાં યાત્રી સુવિધા અને પ્રવાસન વિકાસના કામો ઝડપથી આયોજનબદ્ધ રીતે હાથ ધરાય તે માટે પણ મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શક સૂચનો કર્યા હતા.