લોકો આજ કાલ સોનામાં રોકાણ કરવા તરફ વળ્યા છે. ત્યારે સરકાર ફરી સસ્તું સોનું ખરીદવાની તક લઇને આવી છે. સરકાર આ મહિને સોવરિન ગોલ્ડ બોન્ડનો એક હપ્તો રિલીઝ કરવા જઇ રહી છે. ત્યારબાદ બીજો હપ્તો ફેબ્રુઆરીમાં રિલીઝ થશે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2023-24 સિરીઝ-3 આ મહિને 18-22 ડિસેમ્બરે ખુલશે. સિરીઝ-4 માટેની તારીખ 12-16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ પહેલાં સિરીઝ-1 19-23 જૂન વચ્ચે અને સિરીઝ-2 11-15 સપ્ટેમ્બર વચ્ચે ખોલવામાં આવી હતી.
શું છે સોવરિન ગોલ્ડ બોન્ડ ?
સોવરિન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી. પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે. તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે. એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામા આવે છે.
તમને જણાવી દઇએ કે, RBI ભારત સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ બહાર પાડે છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ સમયાંતરે એક ચોક્કસ સમયગાળા માટે જાહેર કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓ દ્વારા સોનું ખરીદી શકો છો.ખાસ વાત એ છે કે ગોલ્ડ બોન્ડ જીએસટીના દાયરામાં સામેલ નથી.આ ગોલ્ડ બોન્ડમાં ચોક્કસ વળતર પણ મળશે.તેમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.