શેરબજારે સોમવારે એટલે કે 11 ડિસેમ્બર નવી ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 70 હજારને પાર કરીને 70,048ના સ્તરે પહોંચ્યુ હતુ. તો આ તરફ નિફ્ટી પણ 21,019ના સ્તરને પહોંચતા આનંદનો માહોલ છવાયો હતો. મહત્વનું છે કે અગાઉ શુક્રવાર 8 ડિસેમ્બરે પણ શેરબજારે ઓલ ટાઈમ હાઈ બન્યુ હતું.
તો આ તરફ સેન્સેક્સ 100 પોઈન્ટના ઉછાળા સાથે 69,925 પર ખૂલ્યો હતો. નિફ્ટીમાં પણ 82 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 20,965ના સ્તરે ખૂલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજારની ખુબ જ રસપ્રદ વાત કરીએ તો 1990માં, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને પહોંચ્યો હતો.25 જુલાઈ, 1990એ BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારના સ્તરને સ્પર્શ્યો હતો. જો કે 1 હજારથી 10 હજાર સુધી પહોંચવામાં લગભગ 16 વર્ષ લાગ્યાં… પરંતુ 10 હજારથી 70 હજાર સુધીની સફર માત્ર 17 વર્ષમાં પૂર્ણ થઈ હતી.