જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 અસ્થાયી રૂપે લાગુ છે અને જમ્મુ અને કાશ્મીરને કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, કલમ 370 હટાવવા પર સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. જેમાં 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતીય સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બંધારણીયતાને સમર્થન આપવામાં આવ્યું છે. તે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખના આપણા ભાઈ-બહેનોની આશા, વિકાસ અને એકતાનો પડઘો છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબૂત બનાવ્યો છે, જેને આપણે ભારતીયો સર્વ શ્રેષ્ઠ રાખે છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને વધાવી લેતા કહ્યુ કે ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ 2019ના પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને નવો અર્થ આપ્યો છે, જે એક સમયે હિંસા દ્વારા તબાહ થઈ હતી.આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ ક્ ‘ભારતીય જનતા પાર્ટી કલમ 370 અંગે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કરે છે.માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારા સાથે જોડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે, આ માટે હું અને અમારા કરોડો કાર્યકરો વડા પ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.