“રામ ધર્મના મૂર્તિમાન છે. રામ ધર્મના વિગ્રહ છે. રામ પોતે ધર્મ છે. રામ એ રાષ્ટ્ર છે. જ્યાં રામ છે ત્યાં વન છે અને જન પણ છે. જ્યાં રામ નથી ત્યાં જન પણ નથી વન પણ નથી છે”…. આ શબ્દ છે સંધના સહકાર્યવાહ દતાત્રેય હોસબાલેના… તેમણે વધુમાં કહ્યુ કે રામ મંદિર એ માત્ર પર્યટન માટે બનાવવામાં આવેલુ મંદિર નથી. આપણા દેશમાં પ્રવાસન અને તીર્થધામો બન્ને અલગ અલગ છે. દિલ્હી અને રાષ્ટ્ર પર અયોધ્યાનું વર્ચસ્વ હોવું જોઈએ. અયોધ્યા એટલે રામ, અયોધ્યા એટલે લોકશાહી. અયોધ્યા એટલે બલિદાન. રામ નિયમો અને બંધારણ સાથે બંધાયેલા છે.આ વાત સંધના સહકાર્યવાહ દતાત્રેય હોસબાલેએ હંમેત શર્મા લીખિત પુસ્તક “રામ ફીર લૌટે” ના વિમોચન દરમ્યાન કરી હતી.
અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વિરિષ્ઠ લેખક હેમંત શર્માનું પુસ્તક ‘રામ ફિર લૌટે’, જે ભગવાન રામના ચરિત્ર, રામ મંદિર સાથે જોડાયેલા આંદોલનની સાથે સાથે આયોધ્યાના સંસ્કૃતિક મુલ્ય પર પ્રકાશ પાડતુ પુસ્તક તાજેતરમાં જ વિમોચન કરવામાં આવ્યુ છે.
“રામ ફિર લૌટે ” પુસ્તકનો હેતુ શું છે ?
“રામ ફિર લૌટે” પુસ્તકમાં રામનું સંપૂર્ણ અથવા આંશિક મૂલ્યાંકન હોવાનો દાવો કરતું નથી.
પુસ્તકનો હેતુ લોકોને રામ તત્વ,રામત્વ અને પુરુષોત્તમ સ્વરૂપની મહાનતાનો પરિચય કરાવવાનો છે
રામરાજ્યના લોકકલ્યાણ અને સમરસતાને રેખાંકિત કરવાનો હેતુ છે આ પુસ્તકનો
આ પુસ્તક રામત્વ અને રામમયતાના વિશાળ સંસારના સમકાલીન અને કાલાતીત સંદર્ભોનું પુનઃમૂલ્યાંકન છે.
મંદિરના નિર્માણ પછી ભારતના સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યો કેવા હશે? તે દર્શાવાયુ છે
મંદિર કયા ભારતીય મૂલ્યોનું પ્રતિક હશે? તેના પર પ્રકાશ પાડ્યો છે
પુસ્તક વિમોચન પ્રસંગે સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે કહ્યું કે રામ આપણી આસ્થા છે, તે નિશ્ચિત છે.રામ આપણી પરંપરા છે.રામ આપણું સ્વાભિમાન છે. વધુમાં તેમણે કહ્યુ કે ‘રામનું પ્રાગ્ટય ભલે અયોધ્યામાં મહેલોમાં થયુ હોય..પરંતુ સ્વેચ્છાએ 14 વર્ષનો વનવાસ લીધો હતો. એ વનવાસ ભલે અયોધ્યામાં ખાલીપો લાવ્યો હોય,પરંતુ કેટલાયના જીવનનો ખાલીપો ભરવામાં સફળ રહ્યા છે. વધુમાં સ્વામી જ્ઞાનાનંદજીએ કહ્યુ કે જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન રામજી વનવાસેથી પરત ફર્યા ત્યારે ક્યાંય માછીમાર પાસે હોળી માંગી, ક્યાંક નિષાદને ગળે લગાવીને તો ક્યાંક શબરી પાસે ચાલીને જાય છે, આ રીતે રામજીએ લોકોને બધુ જ આપવાનો પ્રયાસ કર્યો છે જે તેઓ ઇચ્છતા હતા. વધુમાં તેમણે કહ્યું કે શબરી સાથેની મુલાકાત દરમિયાન રામે કહ્યું હતું કે હું સ્તૃતિ કરાવવા નથી આવ્યો, પરંતુ સ્તૃતિ કરવા આવ્યો છે. ટીકા કરનારા લોકો ભૂલી જાય છે કે રામે શબરીના એંઠા બોર ખાધા હતા.
આ કાર્યક્રમની અધ્યક્ષતા કરતા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે કેટલાક પ્રસંગો એવા હોય છે, કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોવા માટે દેવતાઓ પણ રાહ જોતા હોય છે. 500 વર્ષની રાહ, 20 થી 25 પેઢીઓનો સંઘર્ષ, 74 યુદ્ધો, આ બધા સંધર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર 22 જાન્યુઆરીએ દેશના હજારો સંતો અને પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં રામલલા અને તેમની અલૌકિક મૂર્તિને તેમના જન્મસ્થળ પર બનેલા ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે…જે દ્રશ્ય ભુતિ ન ભવિષ્યતિ હશે…