સેન્સેક્સ ઓપનિંગ બેલ: સપ્તાહના બીજા કારોબારી દિવસે, બજારના મુખ્ય સૂચકાંકો નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યા. નિફ્ટી પહેલીવાર 21,031ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે સેન્સેક્સ પણ 70000ના સ્તરને પાર કર્યા બાદ કારોબાર કરતો જોવા મળ્યો હતો.
સારા વૈશ્વિક સંકેતો વચ્ચે મંગળવારે સ્થાનિક શેરબજારમાં પણ કારોબાર ગ્રીન નોટ પર શરૂ થયો હતો. સપ્તાહના બીજા કારોબારી દિવસે પણ બજારના મુખ્ય સૂચકાંકો નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. નિફ્ટી પહેલીવાર 21,031ના સ્તરે પહોંચ્યો હતો જ્યારે સેન્સેક્સ પણ 70000ના સ્તરને પાર કર્યા બાદ કારોબાર કરતો જોવા મળ્યો હતો.
મેટલ, ફાર્મા અને પીએસયુ બેન્કિંગ શેરોએ શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન બજારના ઉછાળામાં ફાળો આપ્યો હતો. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ સેક્ટરના શેરમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. એસબીઆઈ લાઈફ અને એચડીએફસી લાઈફ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ તરીકે ટ્રેડ થઈ રહ્યાં છે. આ પહેલા સોમવારે BSE સેન્સેક્સ 102 પોઈન્ટ મજબૂત થઈને 69,928 પર બંધ થયો હતો.