ગુજરાતના સાણંદમાં કોકા-કોલા કંપનીએ 3000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.જેમાં રાજ્યના લોકોને રોજગારી મળશે એ સારી બાબત છે. પરંતુ કોકા કોલા કંપનીના ઓપરેશલ પ્લાન્ટના લીધે પર્યાવરણીય નુકશાન અને યુવા વર્ગ તથા નવા ધાર્મિક માન્યતાઓથી સંસ્કૃતિને પણ નુકશાન થશે.જેમાં એક બાબત જે આપણે દરેકે સમજવા જેવી છે ભારતના ગૌરવશાળી વારસા પર પ્રહાર કરવામાં કોકા કોલા જેવી કંપનીઓ હંમેશા આગળ રહી છે. જેમાં તેવો કરોડો રૂપિયાના રોકાણ સાથે દેશના લોકો અને સંશાધનોને બરબાદીની રાહ પર આગળ લઈ જાય છે. જેમાં આપણે આ અહેવાલમાં સમજીશું કે કોકા કોલાએ માર્કેટ ઇકોનોમી અને માર્કેટ ફોર્સ સાથે રહીને દેશના અનેક રાજ્યોમાં પોતાનો બિઝનેશ વિસ્તારી રહી છે. જો કે તેનો અનેક રાજ્યોમાં વિરોધ પણ થયો છે જેની સત્તાવાર વિગતો આપણે આગળ ઉદાહરણ સાથે જાણીશું.
દેશમાં કોકો કોલા અને અન્ય એક બ્રાન્ડ પેપસી સોફટ ડ્રિંક્સના 80 ટકા માર્કેટ પર કબજો ધરાવે છે તેમજ તે 12 જેટલી બ્રાન્ડ ધરાવે છે. આ બંને કંપનીઓએ સમયાંતરે લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. જેમાં તેમના સોફ્ટ ડ્રિંક્સમાં જંતુનાશક દવાઓનું પ્રમાણ જોવા મળ્યું હતું.આ ઉપરાંત દેશમાં જે સ્થળોએ કંપનીના પ્લાન્ટ હતા ત્યા પાણીની સમસ્યા પણ વધવા લાગી હતી. આ ઉપરાંત જોવા જઇએ કોકા -કોલા કંપનીએ પ્રથમ કંપની છે જેણે વર્ષ 1983માં ભારતમાં નાતાલ પર જોવા મળતા શાંતા ક્લોઝ ના પાત્રને પ્રસ્તુત કર્યું. જે વેપારની સાથે ખ્રિસ્તી ધર્મનો પણ પ્રચારની શરૂઆત કરે છે.આ તો વાત થઈ કોકા કોલાની ધાર્મિક પ્રતિકૃતિને પ્રસ્તુત કરવાની વાત. આ ઉપરાંત તેના ભારતીય સમાજ જીવન પર અસરની વાત કરીએ તો સોફ્ટ ડ્રિંક માર્કેટના હેવી માર્કેટિંગના લીધે ભારતના પરંપરાગત પીણાંઓના વેચાણ પર પણ અસર જોવા મળી રહી છે. જેની અસર તમે ગ્રામીણ વિસ્તારોમાં જોઇ શકો છો જે સ્થળે તમને પાણી નહિ મળે પણ સોફ્ટ ડ્રિંકસ જોવા મળશે. આ ઉપરાંત આ કંપનીઓનો ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવા વર્ગ છે એટલે કે તેવો આ પીણાં 12 થી 24 વર્ષના લોકો વધુ પીવે તે પ્રકારનું માર્કેટિંગ કરે છે.
આ ઉપરાંત ભારતમાં પાણી સામાન્ય રીતે મફત છે અને ખાનગી કંપનીઓ માટે અત્યંત આકર્ષક છે.આમ સસ્તાં ભૂગર્ભજળ અને તેને કાઢવાની ઓછી કિંમત સાથે ઓછી મજૂરી અને રાજ્ય અને સ્થાનિક સરકારો દ્વારા વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયાસમાં સ્થાનિક લોકો સાથે અન્યાય કરે છે.જેમાં ખાસ કરીને ગ્રામીણ વસ્તીને સૌથી વધુ નુકસાન થયું છે. આ ઉપરાંત કોકો કોલા એ શરૂ કરેલા નાતાલ ઉજવણીના પગલે યુવાઓ ખોટા માર્ગે દોરાઈ રહ્યા છે. જેમાં પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ યુવાનો માટે પેશન બન્યું છે. તેમજ નાતાલ અને ન્યુ યર સેલિબ્રેશનના પગલે પાર્ટી અને આલકોહલ સેવન કરનારા યુવક અને યુવતીઓની સંખ્યા વધી છે. જેમાં ડ્રિક અને ડ્રાઇવના કેસોમાં પણ વધારો થયો છે.
જો કે આ ઉપરાંત આપણે કોકા કોલાના ભારત પ્રવેશની વાત કરીએ તો ભારતમાં કોકા કોલાએ સામાજિક સાંસ્કૃતિક અવરોધોનો સામનો કરવો પડ્યો.કોકા-કોલા, વિશ્વની સૌથી વધુ વેચાતી સોફ્ટ ડ્રિંક કંપનીએ 1886 થી વિશ્વમાં તેની મજબૂત હાજરી સ્થાપિત કરી હતી. 1977 સુધી કોકા-કોલા ભારતમાં અગ્રણી બ્રાન્ડ હતી; પાછળથી, FERA (ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ) ને લીધે, તેઓએ ભારત છોડી દીધું અને 1993 સુધી પાછા ફર્યા નહીં.કોકા-કોલાને તેની ગુણવત્તા, સંસાધનોના શોષણ અને ભાવ-ગુણવત્તાના વેપાર-ઓફ સાથે બજારના શોષણને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સમગ્ર ભારતમાં લોકો કોકા-કોલાને તેના જળ સંસાધનોના દુરુપયોગ માટે પડકાર ફેંકી રહ્યા છે. કોકા-કોલાએ ભૂગર્ભ જળની ગુણવત્તા અને જથ્થા બંનેને અસર કરી હતી.જેમાં તાજા પાણી અને ભૂગર્ભ જળ અને જમીનને પ્રદૂષિત કરવા માટે કોકા-કોલાની ટીકા કરવામાં આવી હતી;
ભારતમાં કોકા-કોલાને લગતા નૈતિક મુદ્દાઓ અને વિશ્વલેષણ
જેમાં વર્ષ 2003માં ભારતમાં કેરળમાં કોકા-કોલા બોટલિંગ પ્લાન્ટની નજીકના સમુદાયે તેની બોટલિંગ કામગીરીના પરિણામે પાણીની અછત અને પ્રદૂષિત પાણી સામે વિરોધ કર્યો હતો. આ આરોપોને કારણે બોટલિંગ પ્લાન્ટ બંધ થયો હતો. આ અનૈતિક વ્યાપારી પ્રથાઓ માટે રાજ્યમાં કોકા-કોલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ઘટના પછી તરત જ, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE), દિલ્હી સ્થિત પર્યાવરણ એનજીઓ, કોકા-ના બ્રાન્ડ નામો હેઠળ વેચાતા એક ડઝન લોકપ્રિય પીણાંમાં જંતુનાશકોની હાજરી દર્શાવતો અહેવાલ બહાર પાડ્યો, જે યુરોપીયન માપદંડો કરતાં વધુ છે. કોલા કંપની અને પેપ્સીકો. આ અહેવાલે સોફ્ટ ડ્રિંક ઉદ્યોગો, ખાસ કરીને કોકા-કોલા અને પેપ્સિકો પર સમગ્ર ભારતમાં ગંભીર વિરોધ ઉઠાવ્યો હતો. એકસાથે, કંપનીઓ પાસે ભારતના સોફ્ટ ડ્રિંક માર્કેટનો 90 ટકા હિસ્સો છે.
બોટલિંગ પ્લાન્ટની સમસ્યાઓ હજુ પણ યથાવત
જો કે આરોપોના જવાબમાં, કોકા-કોલા તેમના ઉત્પાદનો સલામત હોવાનું કહીને તેમને નકારી કાઢે છે અને CSE દ્વારા પ્રસ્તુત લેબ રિપોર્ટ્સ પર સવાલ ઉઠાવે છે. મિશિગન યુનિવર્સિટીએ 2006માં કોકા-કોલા કંપનીને પ્રોબેશન પર મૂકી, અને ભારતમાં તેની કામગીરીનું સ્વતંત્ર મૂલ્યાંકન કરવા કહ્યું. હળવા પીણાંની તપાસ સ્વતંત્ર લેબ, ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (TERI) દ્વારા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર સોફ્ટ ડ્રિંક્સ સલામત અને જંતુનાશક મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, CSE એ દાવો કર્યો હતો કે માત્ર પાણીનું જ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અન્ય ઘટકોનું નહી. જો કે, ભૂગર્ભ જળના દિન-પ્રતિદિન ઘટતા જતા સ્તરને કારણે કેટલાક બોટલિંગ પ્લાન્ટની સમસ્યાઓ હજુ પણ યથાવત છે.
આ સમુદાયોને લગતો સૌથી મહત્વનો મુદ્દો કોકા-કોલાની બોટલિંગ કામગીરીને કારણે પાણીના સ્તરમાં ઘટાડો છે જેણે સિંચાઈના હેતુઓ માટે પાણીની ઉપલબ્ધતામાં ભારે ઘટાડો કર્યો છે.આ ઉપરાંત કોકા-કોલા દ્વારા માનવ સ્વાસ્થ્યને લગતી બીજી સમસ્યા એ છે કે તેમના બોટલના પાણી અને સોફ્ટ ડ્રિંક્સમાં જંતુનાશકો હોય છે જેનું પરીક્ષણ પ્રતિષ્ઠિત NGO, CSE દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્યુઅલ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ: કોકા-કોલા પર યુએસએ, યુરોપ અને ભારતના સંદર્ભમાં તેમના ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને લગતા સલામતીના પગલાંના સંદર્ભમાં બેવડા ધોરણો હોવાનો આરોપ છે.