રાજ્યમાં એક તરફ રખડતાં પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,બીજી બાજુ રખડતાં પશુઓને ઢોરવાડમાં લઈ જવામાં આવી રહ્યા છે,એવામાં તંત્રના ઢોરવાડમાં જ પશુઓના મોત થયાની ઘટના સામે આવી,રાજ્યમાં નડિયાદ તેમજ અમદાવાદ ઢોરવાડમાં પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે,નિર્દોષ પશુઓના મૃત્યુ મામલે ગુજરાત હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી,રાજ્યમાં પશુઓના મૃત્યુ અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ,હાઇકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ લાભ લેવા માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી નહીં લેવાય,તંત્રની કામગીરીની આડમાં પશુઓના જીવ જતાં હોય તે ચલાવી નહીં લેવાય.